વિવાદ:સરથાણામાં ટોકન વિના પાછલા બારણે રસી અપાતાં વિવાદ, આપ કોર્પોરેટર અને મહિલા તબીબ બાખડ્યાં

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
સિમાડામાં ડોક્ટર અને કોર્પોરેટર વચ્ચે વેક્સિન મુદ્દે બબાલ - Divya Bhaskar
સિમાડામાં ડોક્ટર અને કોર્પોરેટર વચ્ચે વેક્સિન મુદ્દે બબાલ
  • વેક્સિન ન મળતા લોકોએ કોર્પોરેટરને બોલાવ્યા, વેક્સિનનો રેકર્ડ માંગતા કેન્દ્ર પર ઝપાઝપી
  • પુણા પૂર્વના મહિલા કોર્પોરેટર રચના હીરપરા અને તેના પતિ વિરૂદ્ધ તબીબની પોલીસ ફરિયાદ

સરથાણામાં આવેલા સીએચસી સેન્ટર પર ટોકન વિના પાછળના બારણેથી કોરોનાની રસી અપાતી હોવાનો આરોપ મુકી વોર્ડ નંબર 17 પુણા પૂર્વની આપની કોર્પોરેટર રચના હીરપરા અને ઇન્ચાર્જ મહિલા તબીબ અંજલી મણિકાવાલા વચ્ચે શાબ્દિક ટપાટપી બાદ ઝપાઝપી પણ થઇ હતી. વેક્સિન ન મળતા લોકોએ કોર્પોરેટરને બોલાવ્યા હતા. રેકર્ડ માંગતા કેન્દ્ર પર ઝપાઝપી થઈ હતી. જેમાં મહિલા તબીબે કોર્પોરેટર રચના અને તેના પતિ સહિતના લોકો સામે સરથાણા પોલીસમાં ફરિયાદ નોંંધાવી હતી.

મેં રેકર્ડ માંગતા મહિલા તબીબ ઉશ્કેરાયા હતાં

આપ કોર્પોરેટર રચના હીરપરા
આપ કોર્પોરેટર રચના હીરપરા

કોર્પોરેટર રચના હીરપરાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે,‘ સ્થાનિકે ફોન કરતાં હું સીએચસી પહોંચી હતી. મને કહ્યું કે વિના ટોકને ઓળખીતાઓને વેક્સિન અપાઇ રહી છે. જેથી મેં ઇન્ચાર્જ મહિલા તબીબ પાસે રેકોર્ડ માંગતા તેઆે ઉશ્કેરાયા હતા અને મારી સાથે અભદ્ર વ્યવહાર કરી ઝપાઝપી કરી હતી. હું પણ ફરિયાદ કરીશ’

રસી નહીં હોવાથી સંખ્યાબંધ સેન્ટરોને તાળાં, માંડ 12 હજારનું વેક્સિનેશન

પાલ કોમ્યુનિટી હોલ
પાલ કોમ્યુનિટી હોલ

વેક્સિનેશન મહાઅભિયાનમાં 84 દિવસ ઉપર થઈ જતાં હેલ્થ કેર-ફ્રન્ટ લાઈન વર્કરો-સિનિયર સિટીઝન્સને બીજો ડોઝ આપવાની આવશ્યકતા ઉભી થઈ છે પરંતુ સરકાર દ્વારા વેક્સિનનો ડોઝ ઓછો સપ્લાય થઈ રહ્યો છે. રવિવારે માંડ 12,299ને જ રસી મુકાઈ છે તેમાં સૌથી વધુ રાંદેર ઝોનમાં 1097 તો સેન્ટ્રલ ઝોનમાં માંડ 590ને જ રસી મુકાઈ છે. સોમવારે પણ 20થી 21 હજાર જ ડોઝ અપાશે.

અન્ય સમાચારો પણ છે...