તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ચેમ્બરની ચૂંટણીમાં આપના સભ્યોને કમળનું ચિહ્ન ફાળવી દેવાતાં વિવાદ

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 28 માર્ચે મેનેજિંગ કમિટીની ચૂંટણી પૂર્વે ચિન્હ માટે બબાલ
 • સરસાણામાં લાઇફ મેમ્બર કેટેગરીની 46 બેઠકો માટે ચૂંટણી

ચેમ્બરની મેનેજિંગ કમિટીના ઈલેક્શન માટે ચૂંટણી કમિટિએ વિપક્ષમાં રહેલા આપ સાથે સંકળાયેલા ઉમેદવારોને કમળનું ચિન્હ ફાળવાતા વિવાદ સર્જાયો છે. જોકે, વિપક્ષ દાવો કરે છેકે, ચૂંટણી કમિટીએ ભાજપનું કમળનું ચિન્હ નહીં અન્ય દેખાવના કમળનું ચિન્હ ફાળવ્યું છે.ચેમ્બરની મેનેજિંગ કમિટીની લાઈફ મેમ્બર કેટેગરીની 46 બેઠકો માટેની ચૂંટણી 28મી માર્ચના રવિવારે સરસાણા કન્વેશન સેન્ટર ખાતે યોજાશે. ચેમ્બરના માજી પ્રમુખો અને યંગટર્ક ગ્રુપ દ્વારા ભેગા મળીને ચૂંટણી કમિટી સમક્ષ છ હાથની એકતાવાળું સહકાર પેનલનું ચિન્હ મંગાયું હતું, જે ચૂંટણી કમિટીએ ફાળવી આપ્યું છે.

બીજી તરફ હરીફ જુથના ઉમેદવારો ભાજપનું કમળનું ચિન્હ માંગતા ચૂંટણી કમિટીએ તેમને કમળનું ચિન્હ ફાળવી દેવાતા સત્તાધારી જુથના ઉમેદવારોએ રાજકીય પક્ષનું ચિન્હ ફાળવવા સામે વિરોધ નોંધાવ્યો છે. એવી વાતો ચાલી રહી છે કે, આપ સાથે કોઇ રીતે સંકળાયેલા ઉમેદવારને ચૂંટણી કમિટીએ માંગણી મુજબ કમળનું ચિન્હ માંગતા ચૂંટણી કમિટીએ કમળનું ચિન્હ ફાળવી આપ્યું છે. મેનેજિંગ કમિટીની રિક્વિજેશન બેઠક બોલાવી ચૂંટણી કમિટીના સભ્યો એવા માજી પ્રમુખોને પદભ્રષ્ટ કરવા અને કમિટીમાંથી કાઢી નવી ચૂંટણી કમિટી બનાવવા ધમકી અપાય હતી. જેથી ચૂંટણી કમિટીએ એકબીજાને સાંકળવા હાથનું ચિન્હ ફાળવ્યું હતું.

એજ નિયમ પ્રમાણે ભાજપના ચિન્હથી વિપરીત કમળનું નિશાન વિપક્ષના નવા ઉમેદવારોને ફાળવવામાં આવ્યું છે. વિપક્ષના નવા સભ્યો ચૂંટણી લડવાના વિરોધમાં હતા.

ભાજપનું કમળનું નિશાન મંગાયું જ નથી
નવ સભ્યોની પેનલના પ્રણેતા સંજય ઈઝાવાએ જણાવ્યું હતું કે, નવ ઉમેદવારો આપ સાથે સંકળાયેલા છે એવો ખોટો પ્રચાર કરાઈ રહ્યો છે. ભાજપનું જે કમળનું નિશાન છે તે મંગાયું નથી. તેનાથી વિપરીત 7 પાંખડીના જુદા કમળનું ચિન્હ મંગાયું છે. ચિન્હની માંગણી ચેમ્બરના બંને સત્તાધારી જુથ દ્વારા કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો