દિલ્હી ગેટ ઓવરબ્રિજ નીચે પાર્કિગની જગ્યા પર ટ્રાફિક પોલીસના એસીપી એ.પી.ચૌહાણ તેના મિત્રો સાથે કેક કાપી બર્થડેની ઉજવણી કરતા હોવાનો વિડીયો ફરતો થયો છે. જેથી સોશિયલ મીડિયા પર સુરત પોલીસની ભારે ટીકા થઈ રહી છે.
એક બાજુ જાહેર રોડ પર જન્મ દિવસની ઉજવણી કરતા લોકો સામે પોલીસ કાર્યવાહી કરે છે ત્યારે આ વિડીયોમાં ખુદ એસીપી ચૌહાણ કાયદાને ઘોળીને બર્થડેની ઉજવણી કરતા દેખાય છે ત્યારે તેમની સામે કાર્યવાહી કરાશે ખરી ? આ અંગે ટ્રાફિક એસીપી એ.પી.ચૌહાણે કહ્યું કે, હું રજા પર હતો. લોકોએ 10 મિનિટ આગ્રહ કરી બોલાવ્યો હતો. મારો જન્મ દિવસ હોવાથી સરપ્રાઇઝ આપવા કેક કપાવી હતી. જયારે ટ્રાફિક ડીસીપી પ્રશાંત સુમ્બેએ જણાવ્યું કે, આ બાબતે ઈન્કવાયરી કરી પોલીસ કમિશનરને રિપોર્ટ મોકલવામાં આવશે પછી પોલીસ કમિશનર આગળનો નિર્ણય કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.