તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:યુનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટ અધ્યાપકોની નિમણૂંકથી સિન્ડિકેટમાં વિવાદ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘નેક’ની કામગીરીમાં પ્રાધ્યાપકોને જોડ્યા

નર્મદ યુનિવર્સિટીએ નેકમાં A પ્લસ ગ્રેડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. તેવામાં અધ્યાપકોને નેકના વહીવટી કામમાં જોતરી તેમની જગ્યાએ કોન્ટ્રાક્ટ અધારીત અધ્યાપકોની નિમણૂકની બાબત સિન્ડિકેટમાં મૂકાતા સિન્ડિકેટ સભ્ય ડો. રાકેશ દેસાઇ અને ડો. ભાવેશ રબારીએ વાંધો ઉઠાવ્યો હતો. વિરોધને પગલે સિન્ડિકેટે કુલપતિને નિર્ણય લેવાની સત્તા આપી છે.

ડો. રાકેશ અને ડો. ભાવેશે જણાવ્યું કે‘ નેકની વહીવટી કામગીરીમાં જોડાયેલા અધ્યાપકોની જગ્યાએ કોન્ટ્રાક્ટ આધારિત અધ્યાપકોની નિમણૂક થશે તો વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર થશે.’ બીજી તરફ ખાનગી કોલેજો કર્મીઓને પગાર નહીં ચૂકવતા હોવાની યુનિવર્સિટીને ફરિયાદ મળતા આ મુદ્ે નિયમ ભંગકરનાર કોલેજની એફડીમાં પગાર ચૂકવાશે.

... તો કુલપતિ ફરીથી જોડાણ આપી શકશે
સિન્ડિકેટમાં ગ્રાન્ટેડ કોલેજોને ફરી નર્મદ યુનિવર્સિટીમાં જોડવા મામલે પણ ચર્ચા થઈ હતી. જો કે, સિન્ડિકેટે નિર્ણય કર્યો છે કે રાજ્ય સરકાર જે પણ નિર્ણય કરશે તેનો તાકિદે અમલ કુલપતિ કરી શકશે. અગામી દિવસોમાં ગુજરાત સરકાર ગ્રાન્ટેડ કોલેજો સરકારી યુનિવર્સિટીમાં જ રહેશે એવો નિર્ણય કરે એવા એંધાણ છે.

અન્ય સમાચારો પણ છે...