તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમાધાન બાદ વિવાદ:સુરતમાં નાંણાકીય લેતીદેતીના ઝઘડામાં પોલીસે સિવિલ કેસ જણાવી મામલો પતાવ્યાં બાદ પણ ચેમ્બરે સમાધાન માટે બોલાવતા વિવાદ સર્જાયો

સુરત15 દિવસ પહેલા
પ્રતીક સોની, ફરિયાદી
  • પારેખ પરીવાર વચ્ચે નાંણાકીય લેતીદેતીમાં માથાકુટ થઇ હતી

સુરત પરીવારમાં નાંણાકીય લેતીદેતીનો ઝઘડો પોલીસ મથકે પહોંચ્યા બાદ પોલીસે સિવિલ કેસ હોવાનું જણાવી સમગ્ર મામલો પતાવ્યા દફતરે કર્યા બાદ અચાનક ચેમ્બરના કાયમી સમાધાન પંચ દ્વારા એક તરફી કાર્યવાહી કરીને સમાધાન માટે બોલાવતા વિવાદ થયો છે.

વેસુ ખાતે રહેતા સોની પરીવાર અને ઉધના બમરોલી ખાતે પહેલા પારેખ પરીવાર વચ્ચે નાંણાકીય લેતીદેતીમાં માથાકુટ થઇ હતી. કારણ કે પિતાએ પુત્રીને 15 લાખ આપ્યા બાદ તે નાંણા પરત મેળવવા માટે ઉધના પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી. આ અરજી સંદર્ભે ઉધના પોલીસે બંને પક્ષના જવાબ લખીને સમગ્ર મામલો સિવિલ કેસ હોવાનુ જણાવી અરજી દફતરે કરી દીધી હતી.

આશિષ ગુજરાતી, ચેમ્બર પ્રમુખ
આશિષ ગુજરાતી, ચેમ્બર પ્રમુખ

મને ચેમ્બર તરફથી કોઇ પણ પ્રકારનો ફોન સુધ્ધાં આવ્યો નહીં: સોની પરિવાર
જોકે આ વાતને એક મહિનાનો સમય વિતી ગયા બાદ અચાનક સોની પરીવારને ચેમ્બરના કાયમી સમાધાન પંચ દ્વારા 4 સપ્ટેમ્બરના રોજ સાંજે 5:30 કલાકે હાજર રહેવા માટે જણાવ્યુ છે. તેના કારણે વિવાદ સર્જાયો છે કારણ કે ચેમ્બર દ્વારા જ શરુ કરવામાં આવેલા સમાધાન પંચમાં એવો નિયમ બનાવવામાં આવ્યો હતો કે બંને પક્ષ તૈયાર હોય ત્યારે જ તેઓને સમાધાન માટે બોલાવવામાં આવે. પરંતુ આ કિસ્સામાં એક પક્ષ તૈયાર નહીં હોવા છતાં તેઓને હાજર રહેવા માટે જણાવવામાં આવતા તેઓ પણ ચિંતામાં મુકાયા છે. આ અંગે સોની પરીવારના સભ્યએ જણાવ્યુ હતુ મને ચેમ્બર તરફથી કોઇ પણ પ્રકારનો ફોન સુધ્ધાં આવ્યો નહીં હોવા છતાં આ રીતે બોલાવવુ કેટલે અંશે યોગ્ય છે.

ધર્મેશ ગામી, સામાજિક કાર્યકર્તા
ધર્મેશ ગામી, સામાજિક કાર્યકર્તા

અમારી પાસે એવી કોઇ કાર્યવાહી કરવાની સત્તા નથી: આશિષ ગુજરાતી
આશિષ ગુજરાતી (પ્રમુખ, ચેમ્બર) એ જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા શરુ કરવામાં આવેલી કાયમી સમાધાન પંચમાં બંને પક્ષ તૈયાર હોય તો જ તેઓને બોલાવવામાં આવે છે. તેમાં પણ અનેક કિસ્સાઓનુ સુખદ નિરાકરણ પણ લાવવામાં આવ્યુ છે. જ્યારે આ કિસ્સામાં એક પક્ષ આવવા તૈયાર નહીં હોય તો ના આવે તો પણ વાંધો નથી, કારણ કે અમારી પાસે એવી કોઇ કાર્યવાહી કરવાની સત્તા નથી. તેમ છતાં બંને પક્ષનો વિવાદ ઉકેલાય તે માટેના આવા પ્રયાસ કરવામાં આવતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...