તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:યુનિવર્સિટીના લો ફેકલ્ટીના સભ્યની ટર્મ પૂર્ણ થઇ છતાં એકેડેમિક કાઉન્સિલમાં બેસતા વિવાદ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિના પહેલા ટર્મ પૂરી છતાં ડો.વિમલ પંડ્યા બેઠકમાં હાજર રહ્યાં

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની લો ફેકલ્ટીના સભ્ય ડો. વિમલ પંડ્યાની બોર્ડ ઓફ સ્ટડીઝની ટર્મ પૂર્ણ થઈ હોવા છતાં એકેડેમિક કાઉન્સિલમાં હાજર રહેતા વિવાદ થયો હતો. સિન્ડિકેટ સભ્ય ડો.ભાવેશ રબારીએ જણાવ્યુ હતું કે, બોર્ડ ઓફ સ્ટડીઝના સભ્ય નહીં રહેવાથી યુનિવર્સિટીના એક્ટ મુજબ એકેડેમિક કાઉન્સિલનું સભ્ય પદ રદ કરવામાં આવતું હોય છે. તેવામાં જ 22 મે, 2021ના દિવસે જ ડો. અલ્પેશ શાહ, ડો. દિપક ભોયો, ડો . વિનોદરાય પટેલ, ડો. ટી. જી. ગોહીલ અને ડો. વિમલ પંડ્યાની બોર્ડ ઓફ સ્ટડીઝની ટર્મ પૂર્ણ થઈ હોવાથી તેઓનું એકેડેમિક કાઉન્સિલનું સભ્ય પદ રદ કરી દેવાયું હતું. છતાંં મે માસમાં છ જેટલી એકેડેમિક કાઉન્સિલની મિટિંગમાંં ડો.વિમલ પંડ્યા હાજર રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...