'પઠાણ'ને સજ્જડ સુરક્ષા:સુરતમાં વિવાદીત પઠાણ ફિલ્મ રિલિઝ, સિનેમા ઘરોમાં પોલીસનો ખાસ બંદોબસ્ત ગોઠવાયો

સુરત11 દિવસ પહેલા
પઠાણ મુવીના રિલીઝને લઈ સુરતના તમામ થિયેટર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

છેલ્લા અનેક દિવસોથી બોલીવૂડની પઠાણ મૂવીને લઈ ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ગુજરાત અને સમગ્ર દેશમાં પઠાણ મૂવીનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે આ વિરોધના વચ્ચે આજે પઠાણ મૂવી થિયેટરોમાં રિલીઝ થઈ ચૂકી છે. તો પઠાણ મૂવીને લઈ સુરતમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને માટે થિયેટર ઉપર ખાસ પોલીસનો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. પોલીસ સુરક્ષા બંદોબસ્ત વચ્ચે પઠાણ મૂવી રિલીઝ થઈ છે.

મહિલા પોલીસ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
મહિલા પોલીસ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

થિયેટરમાં સુરક્ષા
પઠાણ મૂવી રિલીઝ થવાને કારણે આજે શહેરના તમામ થિયેટરો પોલીસ બંદોબસ્ત વધારી દેવાયો છે. તમામ થિયેટર ઉપર ખાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જે રીતે પઠાણ મૂવીનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો.મૂવી રિલીઝ ના થવા દેવા પર ધમાલ મચાવવામાં આવી રહી હતી. તેને લઈ શહેરમાં કોઈ પણ થિયેટરમાં તોડફોડ જેવી ઘટના ન બને એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેરના તમામ થિયેટરોમાં સુરક્ષા જોવા મળી રહી છે.

અનિચ્છનિય બનાવ ન બને તે માટે સુરક્ષા ગોઠવાઈ છે.
અનિચ્છનિય બનાવ ન બને તે માટે સુરક્ષા ગોઠવાઈ છે.

સુરક્ષા વચ્ચે મૂવી રિલીઝ
પઠાણ મૂવીને લઈ થયેલા ભારે વિરોધ અને ધમાલ વચ્ચે આજે આ મૂવી તમામ થિયેટરોમાં રિલીઝ થઈ ચૂક્યું છે. સુરતમાં પણ અગાઉ આ મૂવીને લઇ અને થિયેટર ઉપર પોસ્ટરો ફાડવામાં આવ્યા હતા. જુદા જુદા સંગઠનો દ્વારા થિયેટરોની બહાર અગાઉ ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે આવા વિરોધના માહોલ વચ્ચે સુરતમાં તમામ થિયેટરોમાં પઠાણ મૂવી રિલીઝ થઈ ચૂકી છે. વહેલી સવારથી તમામ થિયેટરો પર મૂવી રિલીઝ થાય તે પહેલાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો. આ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિમય માહોલમાં તમામ થિયેટરોમાં મૂવી રિલીઝ થઈ ચૂકી છે.

અન્ય સમાચારો પણ છે...