તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Contractor's Men Caught Red handed Collecting Money In The Name Of Pay And Park At A Place Owned By The Municipality In Surat

દરોડો:સુરતમાં મ્યુનિસિપાલિટીની માલિકીની જગ્યા પર કોન્ટ્રાક્ટરના માણસો પે એન્ડ પાર્કના નામે રૂપિયા ઉઘરાવતા રંગે હાથ ઝડપાયા

સુરત21 દિવસ પહેલા
કોન્ટ્રાક્ટરના માણસો પાર્કિંગનો ચાર્જ ઉઘરાવતા હતાં
  • કોર્પોરેટરોએ છાપો મારતા કોન્ટ્રાકટરના માણસોમાં નાસભાગ મચી હતી.
  • પાલિકાના પ્લોટ પર ગેરકાયદે કબજો કરનાર સાથે પાલિકાના કર્મચારીઓની સંડોવણી તપાસનો વિષય.

સુરતમાં રીંગરોડ પર રાજકુમાર પેટ્રોલપંપવાળી મ્યુનિસિપાલિટીની માલિકીની જગ્યા પર કોન્ટ્રાક્ટરના માણસો પે એન્ડ પાર્કના નામે રૂપિયા ઉઘરાવતા રંગે હાથ ઝડપાયા છે. ભાજપના કોર્પોરેટર વિજય ચૌમાલે મોડી સાંજે સ્થળ પર જઇ કોન્ટ્રાકટરના માણસોને પકડી પાડયા હતા. સાંજે પાંચ વાગ્યે પાલિકાના કર્મચારીઓ જાય ત્યારબાદ કોન્ટ્રાકટરના માણસો પ્લોટનો કબજો લઇ લેતા હોવાનું બહાર આવ્યુ છે. રીંગરોડ પર મિલેનીયમ માર્કેટ અને એસટીએમ માર્કેટની વચ્ચે પાલિકાની મોકાની જગ્યા પર ખાતાકીય ધોરણે પે એન્ડ પાર્કની કામગીરી ચાલી રહી છે.

ગેરકાયદે પાર્કિંગ કરવાતા હોવાની ફરિયાદ મળી હતી
સાંજે પાંચ વાગ્યે પાલિકાના કર્મચારીઓ જાય ત્યારબાદ ઇજારદારના ચાર પાંચ માણસો ગેરકાયદે પ્લોટનો કબજો જમાવી દેતા હતા. સાંજે પાંચ થી રાતે બાર સુધી ટેમ્પો, કાર અને ટુ વ્હીલરનું ગેરકાયદે પાર્કિંગ કરાવી કોન્ટ્રાકટરના માણસો ઉઘરાણા કરતા હતા. આ અંગે ફરિયાદ મળતા કોર્પોરેટર વિજય ચૌમાલ અને નાગર પટેલે આજે મોડી સાંજે પાલિકાના પ્લોટ પર જઇને છાપો માર્યો હતો. કોર્પોરેટરોએ છાપો મારતા કોન્ટ્રાકટરના માણસોમાં નાસભાગ મચી હતી. ચાર પાંચ માણસો ભાગી ગયા હતા. જયારે બે માણસો રંગેહાથ ઝડપાયા હતા.

ભાજપના કોર્પોરેટરને ફરિયાદ મળતાં જ દરોડો પાડ્યો
ભાજપના કોર્પોરેટરને ફરિયાદ મળતાં જ દરોડો પાડ્યો

લોકો પાસેથી ગેરકાયદે લાખો રૂપિયા ઉઘરાવવામાં આવ્યા
આ અંગે વિજય ચૌમાલે જણાવ્યું હતું કે કોન્ટ્રાકટરના માણસોએ ગેરકાયદે કબજો કરી પે એન્ડ પાર્કના નામે વાહનચાલકો પાસેથી ઉઘરાણા કરતા હતા. આ ઉધરાણા માટે કોન્ટ્રાકટરના માણસોએ બોગસ બીલબુક છપાવી હતી. લાંબા સમયથી આ ખેલ ચાલી રહ્યો હતો. છાપો મારી બે માણસોને પકડી પોલીસ ફરિયાદની કાર્યવાહી કરવામા આવી છે. આ અંગે પાલિકાના અધિકારીઓને જાણ કરી દેવાઇ છે. પાલિકાના પ્લોટ પર ગેરકાયદે કબજો કરી પાર્કિંગનું ભાડુ ઉઘરાવવામાં પાલિકાના કર્મચારીઓની સંડોવણી છે કે કેમ તે તપાસનો વિષય છે. છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની પ્રવૃતિ ચાલી રહી હતી. લોકો પાસેથી ગેરકાયદે લાખો રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે.

આરોપી પાલિકાની પાર્કિંગમાં કામ કરી ચુક્યો છે
આરોપી આર.કે.સિંહ અગાઉ વર્ષ 2009થી 2011 સુધી માર્કેટમાં પાલિકાના પે એન્ડ પાર્કિંગમાં નોકરી કરતો હતો. જેથી તે તમામ ગતિવિધિઓથી વાફેક હતો. બોગસ રસીદો ક્યાંથી બનાવી તે અંગે તપાસ કરે તો ઘણા ભોપાળા બહાર આવી શકે છે. આમાં પાલિકાના જ કોઈ કર્મીની સંડોવણી છે કે કેમ? તે અંગેનો પણ પર્દાફાશ થઈ શકે છે. મોટો સવાલ એ છે કે, છેલ્લા 5 મહિનાથી ટોળકી બોગસ રસીદો આપી લાખોની કમાણી કરતી હોવા છતાં પાલિકા કે પોલીસની નજર કેમ ન પડી.