કોરોના સુરત LIVE:કોરોનાનું સંક્રમણ ધીમી ગતીએ યથાવત, એક મહિલા દર્દીનું મોત, એક્ટિવ કેસ ઘટીને 478 થયા

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • અત્યાર સુધીમાં 209381 લોકોને કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે

શહેરમાં કોરોનાનું સંક્રમણ ધીમી ગતીએ યથાવત છે. સુરત શહેર-જિલ્લામાં ગઈકાલે નવા 68 કેસ નોંધાયા હતા. આ સાથે જ જિલ્લામાં એક મહિલા દર્દીનું મોત નીપજ્યું હતું. શહેરમાં 44 અને જિલ્લામાં 41 મળી શહેર-જિલ્લામાં 85 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. શહેર-જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 478 થઈ છે. જૈ પૈકી 7 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

85 દર્દી સાજા થતા તેમને રજા અપાઈ
શહેરમાં 40 અને જિલ્લામાં 28 કેસ સાથે શહેર-જિલ્લામાં કોરોનાના વધુ 68 કેસ પોઝિટિવ નોંધાયા હતા. આ સાથે શહેર-જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 209381 થઈ ગઈ છે. જ્યારે સુરત જિલ્લામાં ગત રોજ એક મહિલા દર્દીનું મોત નીપજ્યું હતું. જેથી શહેર જિલ્લામાં મોતનો આંકડો 2242 પર પહોંચ્યો છે. શહેરમાં 44 અને જિલ્લામાં 41 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર અને જિલ્લામાં કુલ 206661 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.

એક્ટિવ કેસની સંખ્યા 478 થઈ
છેલ્લા બે દિવસથી સુરત શહેર જિલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. જેના કારણે એક્ટિવ કેસમાં ઘટાડો નોંધાયો છે. શહેરમાં 249 અને જિલ્લામાં 229 મળી કુલ 478 એક્ટિવ કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...