તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રાહિમામ:ડિંડોલીની નંદનવન સોસાયટી સહિત હજારો મકાનોમાં દૂષિત પાણી સપ્લાય

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીવાના પાણીમાં ગટરનું પાણી ભેગું થઈ આવતા લોકો ત્રાહિમામ
  • 15 દિવસથી ફરિયાદ છતાં પાલિકાના પેટનું પાણી હલતું નથી

ડિંડોલીમાં આવેલી નંદનવન સોસાયટીમાં છેલ્લાં 15 દિવસથી રહીશો દુષિત પાણી પીવા માટે મજૂબર બન્યા છે. પાણીની લાઇનમાં ડ્રેનેજનું પાણી મિક્સ થતું હોવાની ફરિયાદ ઊઠી છે. લિંબાયત ઝોન અને પાલિકાના કમ્પલેઇન્ટ નંબર પર ફરિયાદ કરવા છતાં આજદિન સુધી સમસ્યાનું નિરાકરણ થયું નથી. જેથી નંદનવન સોસાયટીના હજારો લોકો ગંદુ ગંધાતુ પાણી પીવા મજૂબર બનતાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. આ સોસાયટીમાં આરોગ્ય વિભાગની ટીમ મોકલી આરોગ્યની ચકાસણી કરવાની પણ માંગ ઉઠવા પામી છે.

નંદનવન સોસાયટી-સીના અગ્રણી પરેશ કડીવાલાએ જણાવ્યું કે, દિવાળી પહેલાંથી પાણી દુષિત આવી રહ્યું છે. પાલિકાને જાણ કરતાં તેઓ ફોલ્ટ શોધી રહ્યા છે. પરંતુ હજુ સુધી ફોલ્ટ મળ્યો નથી. પીવાના પાણી દુષિત આવતાં બહારથી પૈસા ખર્ચીને પાણી મંગાવવાની ફરજ પડી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 15-15 દિવસથી ગંદુ પાણી આવતા કેટલાક રહીશો સગા-સંબંધીઓના ત્યાં રહેવા જતા રહ્યા છે તો કેટલાક લોકો ગંદુ પાણી ગરમ કરીને પી રહ્યા છે. આવી સ્થિતિમાં રોગચાળો ફાટી નિકળવાની દહેશત ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...