તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈનોવેશન:કોરોનાના પ્રાથમિક લક્ષણોના ટેસ્ટ માટે કોન્ટેક્ટ લેસ ટેકનિક તો કોઈએ ડ્રેનેજ સાફ કરવા માટે બનાવ્યું મશીન

સુરત23 દિવસ પહેલા
 • કૉપી લિંક

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી(GTU) દ્વારા રવિવારે સંકુલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પર્યાવરણ મંદીર નરોડા ખાતે યોજાયેલી ઇવેન્ટમાં વિવિધ કેટેગરીમાં 14 એવોર્ડ આપવામાં આવ્યા હતા. જેમાં ઈનોવેટ ટુ ઈમ્પેક્ટ, આઈ-સ્કેલ અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ જેવી 4 કેટેગરીમાં એવોર્ડ અપાયા હતા. જેમાં સુરતના બે વિદ્યાર્થીઓને પણ એવોર્ડ એનાયત કરાયા હતા. ટેકનીકલ સ્કીલ, સ્ટાર્ટઅપ અને ઇનોવેશનની પ્રવૃતિને પ્રોત્સાહન મળે તે હેતુથી સંકુલ દિવસમાં 2011થી એવોર્ડ આપવામાં આવે છે. જે માટે 152 સ્ટાર્ટઅપ અને પ્રોજેક્ટને નોમિનેટ કરવામાં આવ્યા હતા.

શહેરની ગટરોના ઢાંકણ ખોલ્યા વગર જ મશીન જણાવી દેશે કે ગટરની અંદર કેટલો કચરો છે
હાલ ગટર સાફ કરવા માટે વ્યકિત ગટરમાં ઉતરે છે અથવા તો નિયમિત રીતે પંપથી કચરો કાઢવામાં આવે છે. જેમાં ઘણી વાર સમસ્યા સર્જાતી હોય છે એટલે અમે અમરજોત નામનું મશીન બનાવ્યું છે જે ગટરનું ઢાંકણ ખોલ્યા વગર જ બતાવી દેશે કે ગટરની અંદર કેટલો કચરો છે. 6 મહિના બાદ 1 લાખ રૂપિયાના ખર્ચે આ સિસ્ટમને તૈયાર કરાઈ છે. જેને અત્યાર સુધીમાં 1.62 લાખની ગ્રાન્ટ મ‌ળી ચૂકી છે. ટેકનોલોજી થકી સરળ સોલ્યુશન આપતા ઈનોવેશન માટે મને અર્લી સ્ટાર્ટઅપ કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત ફાયર બેઝ સિસ્ટમ અને ગ્રોસરીબેઝ એમ અન્ય 2 સ્ટાર્ટઅપ પર પણ કામ કરી રહ્યા છે. - જીમિત પટેલ

મોઢાનો ફોટોથી ટ્રાન્સફોર્મેશન કરી ગળામાં કેટલા પ્રમાણમાં ઈન્ફેકશન છે તે સોફ્ટવેરથી જાણી શકાશે
સમાજની સમસ્યાઓનું નિરાકરણ કરતા ઈનોવેશન કરવા બદલ મને ઈનોવેશન ટુ ઈમ્પેકટ એવોર્ડ કેટેગરી હેઠળ એવોર્ડ અપાયો છે. અમે કોરોનાના પ્રાથમિક ટેસ્ટ માટે કોન્ટેક્ટ લેસ માસ સ્ક્રીનિંગ ટેકનીક શોધી છે જેને સોફ્ટવેર તરીકે ડેવલપ કરી છે. જેમાં મોઢાના ભાગનો ફોટો પાડીને તેને ટ્રાન્સફૉર્મેશન કરીને વધારાનો ભાગ દુર કરી ઈમેજમાંથી રિજન ઓફ ઈન્ટ્રેસ શોધવામાં આવે છે. બીજા ભાગમાં સેગમેન્ટેશન ભાગ પર કલર ટ્રાન્સફોર્મેશન પ્રોસેસ કરી ગળામાં કેટલા પ્રમાણમાં ઇન્ફેકશન છે તે જાણી શકાય છે. મારી સાથે હિમાંશુ મુલચંદાની, ડો.ઉપેન દલાલ, ઓજસ રામવાલા, ડો.ચિરાગ પાંઉવાલા, મીતા પાંઉવાલા અને ડો.પરિમા પારેખ પણ જોડાયા હતા. - પૂજન દલાલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો