તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તહેવારની ઉજવણી:સુરતમાં ધનતેરસે ખરીદી માટે જ્વેલરી બજારમાં ગ્રાહકોનો ઘસારો, સોના-ચાંદીની ખરીદી પર ગ્રાહકોએ 50 ટકા કાપ મુક્યો

સુરત5 મહિનો પહેલા
ધનતેરસે લોકો સોનાના દાગીનાની ખરીદી કરી રહ્યા છે. - Divya Bhaskar
ધનતેરસે લોકો સોનાના દાગીનાની ખરીદી કરી રહ્યા છે.
  • સોનોના ભાવના અવઢવના કારણે બુકિંગનું પ્રમાણ ઓછું

દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ધનતેરસની ખરીદી સુરતના જ્વેલર્સ બજારમાં જોવા મળી છે.પુરાતન કાળથી ધનતેરસના દિવસે ધનની પૂજા કરવાનું મહત્વ ચાલી આવ્યું છે, જે ચલણ આજે પણ કાયમ જોવા મળી રહ્યું છે. દરમ્યાન ધનતેરસના દિવસે સોનાની ખરીદી પણ શુભ માનવામાં આવે છે. જેના પગલે સુરતના જ્વેલરી બજારમાં વહેલી સવારથી સોના-ચાંદીની ખરીદી જોવા મળી રહી છે. જોકે, દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ધનતેરસને લઈ સોના-ચાંદીની ખરીદી પર ગ્રાહકોએ 50 ટકા કાપ મુક્યો હોવાનું જ્વેલરી વેપારી જણાવી રહ્યા છે.

ધનતેરસને લઈને વહેલી સવારથી સોના-ચાંદીની ખરીદી કરવા માટે ગ્રાહકોનો ઘસારો જોવા મળ્યો છે
ધનતેરસને લઈને વહેલી સવારથી સોના-ચાંદીની ખરીદી કરવા માટે ગ્રાહકોનો ઘસારો જોવા મળ્યો છે

વહેલી સવારથી સોના-ચાંદીની ખરીદી કરવા માટે ગ્રાહકોનો ઘસારો
દિવાળીના દિવસોની શરૂઆત થઈ ચૂકી છે. લોકો દિવાળીના પર્વની ઉજવણી કરવા માટેની તૈયારીઓ હાલ કરી રહ્યા છે. તેવામાં આજ રોજ દિવાળીના ખાસ પર્વ એવા ધનતેરસને લઈ લોકો સોના-ચાંદીની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. ધનતેરસના દિવસે સોના-ચાંદીની ખરીદી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ધનકુબેરની પૂજા કરવી લાભદાયી ગણવામાં આવે છે. જેના પગલે આજરોજ સુરતના બજારમાં વહેલી સવારથી સોના-ચાંદીની ખરીદી કરવા માટે ગ્રાહકોનો ઘસારો જોવા મળ્યો છે.

દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ખરીદીમાં કાપ ચોક્કસથી ગ્રાહકોએ મુક્યો છે.
દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ખરીદીમાં કાપ ચોક્કસથી ગ્રાહકોએ મુક્યો છે.

ગ્રાહકો દ્વારા ચાંદીના સિક્કા, ગીની તેમજ સોનાની ખરીદી
પુષ્ય નક્ષત્ર દરમિયાન વેપારીઓને જોઈએ તેવો વેપાર મળ્યો ન હતો પરંતુ આજે ધનતેરસના દિવસ નિમિત્તે વહેલી સવારથી જ બજારમાં ગ્રાહકીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રાહકો દ્વારા ચાંદીના સિક્કા, ગીની તેમજ સોનાની ખરીદી કરવામાં આવી રહી છે. જોકે, દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ખરીદીમાં કાપ ચોક્કસથી ગ્રાહકોએ મુક્યો છે. જ્યાં ગ્રાહકો દ્વારા પંચાસ ટકા ખરીદીમાં કાપ મુકાયો છે. બીજી તરફ સોનાના ભાવમાં પણ મહદ અંશે ઘટાડો થતાં ગ્રાહકોએ હોંશે હોંશે ખરીદી કરી છે.

લગ્નના ઘરેણાનું બુકિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
લગ્નના ઘરેણાનું બુકિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

ખરીદીમાં ઘટાડો કરી ગ્રાહકો મુહૂર્ત સાચવી રહ્યા છે
જ્વેલર્સ દિપકભાઈએ જણાવ્યું હતું કે, ધનતેરસનું સવારમાં મુહૂર્ત હતું. જેથી સવારથી ગ્રાહકોનો ઘસારો સતત જોવા મળી રહ્યો છે. ધનતેરસ પર લોકોની ખરીદી ફિક્સ હોય છે અને ખરીદી કરી મુહૂર્ત સાચવતા હોય છે. લગ્નના ઘરેણાનું બુકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. દર વર્ષે થતી ખરીદીમાં આ વર્ષે ઘટાડો આવ્યો છે. જે 100 ગ્રામ લેતા હતા તે 50 ગ્રામ લઈ રહ્યા છે. લોકો મોટા પ્રમાણમાં ખરીદી કરવા આવી રહ્યા છે અને મુહૂર્ત સાચવી રહ્યા છે. દર વર્ષે લોકો અગાઉથી બુકિંગ કરાવતા હતા. જોકે, આ વર્ષે ભાવના અવઢવના કારણે બુકિંગનું પ્રમાણ ઓછું છું. ગત વર્ષ કરતા આ વર્ષે 50 ટકા ઘટાડો લાગી રહ્યો છે.

ડાયમંડ જ્વેલરીની ડિમાન્ડ પણ સારી
દેવાંશી(ગ્રાહકે) જણાવ્યું હતું કે, લગ્ન પ્રસંગ હોવાથી ધનતેરસનું મુહૂર્ત માટે ખરીદી કરવા પરિવાર સાથે આવ્યા છીએ. હું દર વર્ષે ચાંદીની સિક્કો અને દાગીનાની ખરીદી કરું છું. સોનાના ભાવમાં થોડો ઘટાડો થયો છે એટલે એક બે વસ્તુની ખરીદી કરવાની ઈચ્છા છે. અત્યારે દાગીનાના ટ્રેન્ડ પ્રમાણે, ચોકર વધારે ચાલે છે. ડાયમંડ જ્વેલરીની ડિમાન્ડ પણ સારી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો