તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કોરોનામાં ગ્રાહક કોર્ટ ઊભરી, 1046 કેસ, ગત બે વર્ષની સરખામણીમાં સૌથી વધુ

સુરત7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • સૌથી વધુ કેસ વીમા કંપનીઓ સામે, બીજા નંબરે બિલ્ડરો

કોરોના કાળને આવતા મહિને એક વર્ષ થવા જઇ રહ્યો છે ત્યારે ગ્રાહક કોર્ટમાં નોંધાતા કેસોમાં પણ તેની થોડી ઘણી અસર જોવા મળી છે. લોકડાઉન અને કોરોનાના વધતા કેસના સમયે મોટાભાગે ગ્રાહક કોર્ટની કામગીરી લગભગ બંધ જ રહી હોવા છતાં આશ્ચર્ય વચ્ચે કોર્ટમાં નોંધાતા કેસની સંખ્યામાં જોઇએ એવો ઘટાડો થયો નથી.

વર્ષ 2020માં કુલ 1046 કેસ નોંધાયા છે જે વર્ષ 2017 અને 2018 કરતાં ઘણાં વધુ છે જ્યારે વર્ષ 2019 કરતાં માંડ 200 જેટલાં ઓછા છે. વકીલ આલમ કહે છે કે લોકડઉન દરમિયાન પણ કેસ આવતા હતા અને કોર્ટના સમયે વકીલો એક સાથે કેસ દાખલ કરાવી દેતા હતા. ગ્રાહક કોર્ટમાં મોટાભાગના કેસ વીમા કંપની સાથેની તકરારને લગતા હોય છે.

છેલ્લાં 4 વર્ષમાં કુલ 4 હજાર કેસ નોંધાયા
ગ્રાહક કોર્ટના કેસ પર નજર નાખીએ તો દર વર્ષે સરેરાશ એક હજાર જેટલાં કેસ નોંધાતા હોય છે જે 60 લાખની વસ્તીની સરખામણીમાં ઘણાં જ ઓછા છે. વકીલ સૂત્રો કહે છે કે હજી અનેક લોકો એવા છે જે ગ્રાહક કોર્ટમાં જતા નથી. તબક્કાવાર કેસ પર નજર દોડાવીએ તો વર્ષ 2017માં 912 કેસ નોંધાયા હતા. વર્ષ 2018માં 876, વર્ષ 2019માં 1214 અને વર્ષ 2020માં 1046 કેસ નોંધાયા હતા.

પીપીઇ કિટ સહિતના કલેઇમ નકારવાના કેસ
કોરોના કાળ પહેલાંના વર્ષ 2017 અને 2018ની સરખાણમીમાં 2020માં 235 કેસ વધુ નોંધાયા છે. એડવોકેટ શ્રેયસ દેસાઈ કહે છે કે કોરોના કાળમાં હોસ્પિટલમાં જે બિલ બન્યા છે, અને વીમા કંપની દ્વારા પીપીઇ કીટ સહિતના કે ક્લેઇમ નકારાયા છે તે સંદર્ભના કેસ વધુ આવી રહ્યા છે.

સમય પર પઝેશન ન આપવાના કેસ
વકીલ સૂત્રોના જણાવ્યા મુજબ કે ગ્રાહક કોર્ટમાં નોંધાયેલાં કેસમાં ટકાવારીની દષ્ટિએ જોઇએ તો સર્વાધિક વીમા કંપનીઓ સામેના કેસ નોંધાતા હોય છે. ત્યાર બાદ બીજા ક્રમે બિલ્ડરો સામેના કેસ આવે છે. જેમાં પ્લાન મુજબ બાંધકામ ન થવુ, ટાઇમ પર પઝેશન ન આપવું કે દસ્તાવેજ ન કરાવી આપવા જેવા મુદ્દા હોય છે.

અન્ય સમાચારો પણ છે...