આદેશ:ઘોડદોડના ક્વાર્ક ક્લાસિસને 2 વિદ્યાર્થીની 1 લાખ ફી પરત કરવા ગ્રાહક કોર્ટનો હુકમ

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ‘ફી પરત નહીં મળે’ એવું લખાવી લેવું કુદરતી ન્યાયના સિધ્ધાંતની વિરુધ્ધ: કોર્ટ
  • 4 સેમેસ્ટરના 97 હજાર પૈકી 1 સેમેસ્ટરના 24500 બાદ કરીને બાકીના 72,500 પરત માંગ્યા હતા

શિક્ષણ જગતમાં ઘર કરી ગયેલી ધંધાકીય વૃત્તિથી અનેક વિદ્યાર્થીઓને ફી પરત મેળવવામાં નવનેજા પાણી પાણી આવી રહ્યાં છે, પરંતુ ગ્રાહક કોર્ટે તાજેતરમાં જ એક ટ્યુશન ક્લાસિસ અંગે આપેલા ચુકાદાથી અનેક વિદ્યાર્થીઓને રાહતનો શ્વાસ મળશે. કોર્ટે 2 વિદ્યાર્થીના કેસમાં 1 લાખ જેટલી ફી 7 ટકાના વ્યાજ સાથે પરત કરવા હુકમ કર્યો હતો.

કોર્ટે હુકમમાં અને અરજદારે પોતાની દલીલમાં કહ્યું હતું કે, ફી ભરતી વખતે લખાવી લેવું કે તે પરત નહીં મળે એ વાત કુુુદરતી ન્યાયના સિધ્ધાંતની વિરુધ્ધ છે. સૈયદપુરાના સૈયદ ફેમિલીના બે વિદ્યાર્થીઓએ વર્ષ 2013માં ઘોડદોડના ધ ક્વાર્ક ટયુશન ક્લાસિસમાં JSEB-ATPMT સહિતના કોર્ષ માટે પ્રવેશ મેળવ્યો હતો. પરંતુ 1 વર્ષ બાદ સંતોષ ન થતાં એડમિશન રદ કરવા રુબરૂ રજુઆત કરી હતી. બંનેએ 4 સેમેસ્ટરના 97 હજાર ભર્યા હતા, 1 સેમેસ્ટરના 24500 બાદ કરીને બાકીના 72,500 પરત કરવા રજૂઆત કરી હતી.

લખાણ હોય તો પણ ફી ચૂકવવી પડે

  • અરજદાર તરફે વકીલ શ્રેયસ દેસાઈે દલીલ કરી હતી કે વિદ્યાર્થીને પ્રાઇવેટ કોચિંગ ક્લાસમાં આપવામાં આવતા ટીચીંગની મેથડ અનૂકુળ ન આવે તો કોચિંગ ક્લાસ ફી પરત કરવા માટે જવાબદાર અને બંધાયેલાં છે.
  • એડમિશનના ફોર્મમાં વિદ્યાર્થી ટ્યુશન ક્લાસ છોડી જાય તો તેણે ચૂકવેલ ફીનું રિફંડ ક્લેઇમ કરશે નહીં, એવું લખાણ લખાવી લીધુ હોય તો તે કુદરતી ન્યાયના સિધ્ધાંતોની વિરુધ્ધ હોવાનું જણાવી તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર ટયુશન ક્લાસ વિદ્યાર્થીને રિફંડ આપવાનું જવાબદાર ઠેરવ્યુ હતુ.

30 દિવસમાં રૂપિયા ચૂકવવા હુકમ
કોર્ટે બંને વિદ્યાર્થીઓને 48,500 મળી કુલ 97 હજાર ચૂકવવા તથા પહેલાં સેમેસ્ટરમાં ભરેલી ફી પણ આપી દેવા હુકમ કર્યો હતો. આ રકમ તો વિદ્યાર્થીઓએ સામેથી કાપી લેવા જણાવ્યું હતું. 97 હજાર 30 દિવસમાં ચૂકવી આપવાનો હુકમ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...