પાલિકા પાસે કાબેલ ઇજનેરોની અછત:ભેસ્તાન-ભીમરાડ વચ્ચે RCC રોડ બનાવવા કન્સલ્ટન્ટ નિમાશે

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટા પ્રોજેક્ટમાં જ PMC સોંપતી પાલિકા પાસે કાબેલ ઇજનેરોની અછત!
  • હવે CC રોડ, ફૂટપાથ, સાઇકલ ટ્રેકમાં પણ PMC રોકવા તૈયારી

પાલિકા અત્યાર સુધી મોટા પ્રોજેક્ટો માટે જ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી (PMC) સોંપતી હતી. પરંતુ હવે RCCના મૉડલ રોડ જેવા કામ માટે પણ PMC સોંપવા તૈયારી કરાઇ છે, ભેસ્તાન સિદ્ધાર્થનગર ફ્લાય ઓવરથી ભીમરાડ ખાડી બ્રિજ સુધી સીસી રોડ, સાઇકલ ટ્રેક, ફૂટપાથ, સર્વિસ રોડ નિર્માણ કરવા PMC સોંપવા ટેન્ડર ઇશ્યૂ કરાયા છે.

શહેરમાં ઘણાં મોડલ રોડ બની ગયા હોવાથી પાલિકાના ઇજનેરો પાસે જ સારો એવો અનુભવ છે તેમ છતાં PMC સોંપીને હવે લાખો રૂપિયાનું આંધણ કરાશે. પાલિકાના આ પ્રકારના મૉડલ રોડ અગાઉ પણ બીજા વિસ્તારમાં બનાવવામાં આવ્યા છે ત્યાં સાયકલ ટ્રેક, ફૂટપાથ પણ છે.

આ પ્રોજેક્ટ અંગે માર્ગદર્શન અને મેનેજમેન્ટ પાલિકાના ઇજનેરો કરી શકે છે પરંતુ ક્યાં તો તેઓ જવાબદારી લેવા તૈયાર નથી, ક્યાં તો અન્ય કારણોસર ઉતાવળા બન્યા છે. સરવાળે પાલિકાને જ લાખોની ખોટ જશે. પાલિકા વતૃળમાં થતી ચર્ચા મુજબ, આ કામ માટે પાલિકાના સક્ષમ ઇજનેરોની ટીમ બનાવી પણ કરાવી શકાય એમ છે.

પાલિકાના ઇજનેરો પણ આ કામો કરી શકે છે

  • આ મૉડલ રોડમાં સીમેન્ટ કોંક્રિટનો રસ્તો બનાવાશે. શહેરમાં આવા ઘણા રસ્તા બન્યા જ છે. જે કોન્ટ્રાક્ટર બનાવે છે. નિયમ-ડિઝાઇન પ્રમાણે બને છે. પાલિકાના ઇજનેર મજબૂતાઇનું મોનિટરીંગ કરી શકે છે.
  • રસ્તા સાથે ફૂટપાથ બનાશે. જેનો પણ પાલિકાના ઇજનેરોને અનુભવ છે.
  • સાયકલ ટ્રેક તૈયાર કરાશે. મૉડલ રસ્તાની ડિઝાઇન પ્રમાણે સાયકલ ટ્રેક પણ ઇજનેર સાકાર કરી શકે છે.
  • બિટ્યુમીન સર્વિસ રોડ બનાવવામાં આવનાર છે. આવા સર્વિસ રોડ પાલિકાએ ઘણા બનાવ્યા છે. પાલિકાના પોતાના ઇજનેરોની ટીમ રસ્તાના લેયરની મજબૂતાઇ, ફિનિશિંગનું વિશેષ ધ્યાન રાખી શકે છે.
અન્ય સમાચારો પણ છે...