તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોજિસ્ટિક હબ:DFC યાર્ડનું નિર્માણ થતાં ન્યુ ઉધના યાર્ડથી બે ગણી માલગાડી લોડ થશે

સુરત4 મહિનો પહેલાલેખક: લવકુશ મિશ્રા
 • કૉપી લિંક
સચિન-નવસારી વચ્ચે DFC લાઇન પર બીઓડબલ્યુ સ્ટ્રિંગ ગર્ડર. - Divya Bhaskar
સચિન-નવસારી વચ્ચે DFC લાઇન પર બીઓડબલ્યુ સ્ટ્રિંગ ગર્ડર.
 • માલ-સામાન મોકલવા રાહ જોવી નહીં પડે

ભવિષ્યમાં સુરત હવે દેશનું સૌથી મોટું બિઝનેસ હબ બનવા જઇ રહ્યું છે. એરપોર્ટ પર કાર્ગો ટર્મિનલ, ઉધનામાં રેલ્વેનું નવું ગુડ્સ યાર્ડ બન્યા બાદ હવે ડેડિકેટેડ ફ્રેટનું કોરિડોર પણ બની રહ્યું છે. આ જ યાર્ડમાં ન્યુ ઉધના ફ્રેટ સ્ટેશન પણ બનશે. વેડછા ગામ પાસે યાર્ડનું કામ શરૂ થઇ ચૂક્યું છે જે ડિસેમ્બર 2021માં બનીને તૈયાર થશે. 4 કિમીના આ યાર્ડમાં બે અપ એન્ડ ડાઉન મેઇન લાઇન હશે.1 માસમાં 100 માલગાડી લોડ થશે. એક જ સમયે 250થી વધુ ટ્રક લોડ-અનલોડ થશે. હજીરા,વાપી અને અંકલેશ્વરની કંપનીને માલ દેશભરમાં મોકલવામાં સરળતા રહેશે.

જમીનથી 8 મીટરની ઊંચાઇએ ફ્રેટ સ્ટેશન
ફ્રેટ સ્ટેશન જમીનથી 8 મીટરની ઊંચાઇએ બનશે. જે ગ્રાઉન્ડ પ્લસ વન ફ્લોરની ઇમારત હશે. બે પ્લેટફોર્મ બનશે. જેમાં બે લુપ લાઇન અને વચમાં બે અપ અને ડાઉન મેઇન લાઇન હશે. લુપલાઇન પર માલગાડી રોકાશે.

સીધો લાભ લોજિસ્ટિક, ટ્રાન્સપોર્ટેશનને થશે
સચિન-વેતરણા સેક્શન પર ઝડપી ગતિએ કામ થઇ રહ્યું છે. પેન્ડિંગ બ્રિજનું કામ શરૂ કરાયું છે. રૂટ પર જ્યાં રોડ છે ત્યાં આરઓબી પણ લોન્ચ કરાયા છે. ન્યુ ઉધના ફ્રેટ સ્ટેશનનું કામ આગામી વર્ષે પૂર્ણ થવાની સંભાવના છે. જેનો લાભ લોજિસ્ટિક -ટ્રાંસપોર્ટેશનને મળશે. - અરવિંદ નાગર, મદદનીશ પરિયોજના વ્યવસ્થાપક (સચિન-વેતરણા) ડીએફસીસી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો