તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:195 કરોડના ખર્ચે 3170 આવાસ બનાવવાનું કામ સ્ક્રૂટિનીમાં મંજૂર

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 14.66 કરોડ ખર્ચે રિંગ રોડ ઓવરબ્રિજ રિપેરિંગ કરાશે

પાલિકામાં ટેન્ડર સ્ક્રૂટિની કમિટિની બેઠક મળી હતી. તેમાં જુદા-જુદા કામોના ટેન્ડરો મંજૂર કરવામાં આવ્યાં છે. તેમાં, મહત્ત્વના કામોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) હેઠળ 3170 આવાસો બાંધવા માટેના ટેન્ડરો મંજૂર કરાયા છે. આવાસો પાછળ રૂપિયા 195 કરોડના ખર્ચ થનાર છે. તેમાં, અડાજણમાં 408 આવાસ, ભીમરાડમાં 928, ઉત્રાણ-કોસાડમાં 324 આવાસો, ડિંડોલી-ભેસ્તાન-ભેદવાડમાં 336 અને પાલનપોરમાં 670 આવાસો બનાવવામાં આવશે.

શહેેરના 1100 મીટર લંબાઈ ધરાવતાં રિંગરોડ ફ્લાય ઓવર બ્રિજને રૂપિયા 14.66 કરોડના ખર્ચે રીપેરીંગ અને રીહેબિલીટેશન કરવામાં આવશે. તેમાં સ્ટ્રક્ચર, બેરિંગ, વિરિંગકોટ, કલરકામ સહિત રિપેરિંગ કરવામાં આવશે. તે માટે એલ વન આવેલા મહેન્દ્ર ઈન્ફ્રા. મુંબઈની ઓફરને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે આગ-અકસ્માતમાં ધુમાડાઓમાં વિપરિત સ્થિતિમાં પણ જઈ રેસ્ક્યુ કરી શકાય તે માટે 100 બ્રીથીંગ એપરેટ્સ સેટ રૂપિયા 1.23 કરોડના ખર્ચે ખરીદવામાં આવશે. હાલ પાલિકાના ફાયર વિભાગ પાસે વર્ષ 2013 અને 2017માં ખરીદાયેલા 70 બ્રીથીંગ સેટ છે.

ઈ-બસો માટે ડેપો-ટર્મિનલ બનાવાશે
રાંદેરના પાલનપોર ખાતે સિટી બસ ડેપો ટર્મિનલ વર્કશોપ બનાવવાના પ્રોજેક્ટ માટે ‘પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી’ પૂરી પાડવામાં આવશે. આ ટર્મિનલ ઈ-બસો માટે બનાવવામાં આવી રહ્યો છે. તેમાં 75 બસો પાર્ક થઈ શકશે તેની ઉંચાઈ 7 મીટર છે. ત્યાં ચાર્જિંગ સ્ટેશનો પણ બનાવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો