• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Consoling Grishma's Parents In Surat, BJP President Patil Said, "Efforts Will Be Made To Get The Killer Punished Quickly."

ગ્રીષ્મા હત્યા કેસ:સુરતમાં ગ્રીષ્માના માતા-પિતાને સાંત્વના આપી ભાજપ પ્રમુખ પાટીલે કહ્યું,' હત્યારાને ઝડપથી સજા મળે તેવા પ્રયાસ કરાશે'

સુરત6 મહિનો પહેલા
સી.આર.પાટીલે ગ્રીષ્માના પિતાને ન્યાયની ખાતરી આપી હતી. - Divya Bhaskar
સી.આર.પાટીલે ગ્રીષ્માના પિતાને ન્યાયની ખાતરી આપી હતી.
  • પરિવારને ન્યાય ઝડપથી અપાવવા સૂચના અપાઈ છે-પાટીલ

ચકચારી ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસના ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં છે. ત્યારે આજે ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ ગ્રીષ્માના ઘરે પહોંચ્યાં હતાં. જ્યાં તેમણે ગ્રીષ્માના પિતા સાંત્વના આપી હતી.તથા ઈજાગ્રસ્ત ભાઈની ખબર અંતર પૂછી હતી. બાદમાં પાટીલે જણાવ્યું હતું કે, પરિવારને ઝડપથી ન્યાય મળે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પોલીસને પણ સૂચના આપવામાં આવી છે કે, તપાસ ઝડપથી થાય અને કડકમાં કડક સજા આરોપીને મળવી જોઈએ. આ પ્રકારના બનાવો અન્ય ન બને તે જરૂરી છે. આ ઘટના ઘણી નિંદનીય હોવાનું પાટીલે વધુમાં જણાવ્યું હતું.

સી.આર.પાટીલ સાથે ભાજપ અગ્રણીઓ પણ જોડાયા હતાં.
સી.આર.પાટીલ સાથે ભાજપ અગ્રણીઓ પણ જોડાયા હતાં.

પરિવારને સાંત્વના અપાઈ
સુરતના પાસોદરા ખાતે આવેલા ગ્રીષ્માના ઘરે નવસારી સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પહોંચ્યાં હતાં.તેમની સાથે બારડોલી સાંસદ પ્રભુ વસાવા સહિતના શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા અને ભાજપના આગેવાનો જોડાયાં હતાં. ગ્રીષ્ના પિતા અને ભાઈને મળ્યાં હતાં. પરિવારને ઝડપી ન્યાયની ખાતરી આપી હતી. બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, ગૃહમંત્રીથી લઈને પોલીસને પણ આ કેસમાં ઝડપી ન્યાય મળે તે પ્રકારના પગલાં લેવા સૂચના આપી હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.

ગ્રીષ્માના ઈજાગ્રસ્ત ભાઈની પાટીલે ખબર અંતર પૂછ્યાં હતાં.
ગ્રીષ્માના ઈજાગ્રસ્ત ભાઈની પાટીલે ખબર અંતર પૂછ્યાં હતાં.

ન્યાયની આશા-ગ્રીષ્માના પિતા
ગ્રીષ્માના પિતાએ કહ્યું હતું કે, સી.આર. પાટીલે પરિવારને સાંત્વના આપવાની સાથે સાથે દીકરીને ઝડપથી ન્યાય મળે તે પ્રકારની હૈયાધારણા આપી છે. અમે પણ આશા રાખીએ છીએ કે, ગ્રીષ્મા સાથે થયું તેવું કોઈ સાથે ન થાય અને અમને પણ ઝડપથી ન્યાય મળે. અમે એવો ન્યાય ઈચ્છીએ છીએ કે આરોપીઓ આ પ્રકારનું કૃત્ય કરતાં પહેલાં થથરી ઉઠવા જોઈએ.