તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રીજી લહેરની તૈયારી:ત્રીજી લહેરને ધ્યાને લઇ જિલ્લામાં 1 હજાર બેડની વ્યવસ્થા કરાવાશે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 300 બેડની હોસ્પિટલ બનાવવા દરખાસ્ત કરાશે

કોરોનાની બીજી લહેરમાં અનેકે લોકોના મોત થયા છે.ત્યારે ત્રીજી લહેરને ધ્યાને લઇને ગ્રામ્ય વિસ્તારના લોકોને સારવાર મળી રહે તે માટે સુરત જિલ્લામાં 1000 બેડની વ્યવસ્થા ઉભી કરવા માટેની તૈયારી થઇ રહી હોવાનું જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશ પટેલે જણાવ્યું હતું.

કોરોનાની બીજી લહેરમાં સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થયા હતા. ધણા લોકોના મહામારીમાં મોત પણ થયા હતા. હવે ત્રીજી લહેર પણ આવી રહી હોવાની દહેશત છે આ લહેરમાં બાળકો સંક્રમિત થાય તેવી શક્યાત દર્શાવાય રહી છે.

આ સંજોગોમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકોને સમયસર સારવાર મળી રહે તે માટે સુરત જિલ્લામાં 1000 ઓક્સિજન સહિતની સુવિધા સાથેના બેડની વ્યવસ્થા કરવામાં આવશે પ્રમુખ ભાવેશ પટેલે જણાવ્યું હતુંકે,સુરત જિલ્લામાં આવેલી 13 સીએચસી ના તમામ બેડને ઓક્સિજનની સુવિધાવાળા બનાવવામાં આવશે. આ ઉપરાંત 7 જેટલી ટ્રસ્ટની હોસ્પિટલમાં પણ 50-50 બેડને ઓક્સિજનની સુવિધા સાથે સજ્જ રાખવામાં આવેશે. આ ઉપરાંત સુરત જિલ્લામાં પણ સિવિલ હોસ્પિટલની જેમ 300 બેડની હોસ્પિટલ બનાવવા માટે સરકારમાં રજુઆત કરાશે.

સુરત જિલ્લામાં સિવિલ હોસ્પિટલની માંગ
મહુવા સહિતના આદિવાસી વિસ્તારની જરૂરિયાતો માટે ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાએ આરોગ્યલક્ષી બાબતો માટે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને કરેલ લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે સુરત જિલ્લામાં એકમાત્ર સિવિલ હોસ્પિટલ સુરત ખાતે છે, જ્યારે સુરતમાં નવ જિલ્લા છે.

હાલ વસ્તીનું પ્રમાણ બમણું થઈ ગયેલ હોય મહામારીમાં સિવિલ હોસ્પિટલ ભરાતા આદિવાસી વિસ્તારની જનતાએ મુશ્કેલી પડી રહી હતી. ત્યારે આદિવાસી જનતાને લાભ મળે તેમજ કોરોના તેમજ અન્ય રોગોનો સામનો કરી શકે તે માટે અદ્યતન સુવિધા સભર ન્યુ હોસ્પિટલ બારડોલી જેવા સેન્ટર પર બિરસામુંડા ભગવાનના નામકરણ સાથે કરવામાં આવે. આ હોસ્પિટલનો સુરત સાથે તાપીના લોકો પણ લાભ મેળવી શકે જેથી હોસ્પિટલ મંજૂર કરવામાં આવે તેવી વિનંતી કરી છે.

અન્ય સમાચારો પણ છે...