એજ્યુકેશન:ધો.12 સાયન્સ-આર્ટ્‌સના છાત્રોને બી.કોમમાં પ્રવેશ આપવા વિચારણા

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોમર્સમાં પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓએ 4 વિષયનો બ્રિજ કોર્સનો અભ્યાસ કરી પરીક્ષા પાસ કરવી પડશે

વીએનએસજીયુ હવે ધોરણ-12 સાયન્સ અને આર્ટ્સ પાસ કરનારા વિદ્યાર્થીઓને પણ બી.કોમની કોલેજમાં પ્રથમ વર્ષમાં એડમિશન આપવા વિચારણા કરાશે. જોકે, પ્રવેશ આપતાં પહેલાં યુનિવર્સિટી વિદ્યાર્થીઓને 4 વિષયનો બ્રિજ કોર્સ કરાવશે અને તે પાસ કરનારા વિદ્યાર્થીઓને જ એડમિશન આપશે.

યુનિવર્સિટીના નિયમ મુજબ એફવાયબીકોમમાં એડમિશન લેવા માટે ધોરણ-12 કોમર્સ પાસ હોવું ફરજિયાત છે. જેને કારણે ધોરણ-12 સાયન્સ અને આર્ટ્સ પાસ કરનાર વિદ્યાર્થીઓ બી.કોમની કોલેજોમાં ફર્સ્ટ યરમાં એડમિશન લઈ શકતા ન હતાં.

યુનિવર્સિટીમાં દર વર્ષે ધોરણ 12 સાયન્સ અને આર્ટ્સ પાસ કરનારા પંદર જેટલા વિદ્યાર્થીઓની બી.કોમના ફર્સ્ટ યરમાં એડમિશન લેવા માટે એપ્લિકેશન આપતા હતા અને તે એપ્લિકેશનો રદ થતી હતી. જો કે, આ ફરિયાદ કુલપતિ ડો. પ્રો. કે. એન. ચાવડાને મળતા તેઓ ત્રીજી જૂને મળનારી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં આ બાબત રજૂ કરાશે.

ધોરણ 11-12 કોમર્સનું બેઝિક ભણાવાશે
ધો.12 સાયન્સના એ ગ્રુપના એટલે કે ગણિત પાસ કરનારા અને ધોરણ-12 આર્ટ્સ પાસ કરનારાઓને એફવાય બી.કોમમાં શરતના આધારે પ્રવેશ અપાશે. એકાઉન્ટ, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, ઇકોનોમિક્સ અને સ્ટેટેસ્ટિક એમ 4 વિષયમાં જેણે ધોરણ-12ની પરીક્ષામાં પાસ કરી ન હશે તો તેણે બ્રિજ કોર્સ કરવાનો રહેશે. બ્રિજ કોર્સની પરીક્ષા પાસ કરનારાઓને જ બી.કોમમાં પ્રવેશ અપાશે. કોમર્સ ફેકલ્ટીના ડીન ડો. વિજય જોષીએ કહ્યું હતું કે બ્રિજ કોર્સ 1થી 2માસનો હશે. જેમાં ધો.11 અને 12 કોમર્સનું બેઝિક ભણાવાશે અને તે જ પ્રશ્ન પરીક્ષામાં પુછાશે. વિદ્યાર્થીઅે પરીક્ષા પાસ કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...