• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Conservation Of Electricity In 11 Properties Of Surat Municipality, Production Of More Than 50% Against Consumption, Profit Of Rs. 65 Crore From Solar.

રિન્યૂએબલ એનર્જી:સુરત પાલિકાની 11 પ્રોપર્ટીમાં વીજળીનો બચાવ, વપરાશ સામે 50%થી વધુનું ઉત્પાદન, સોલારથી 65 કરોડનો નફો કર્યો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વાર્ષિક ધોરણે થઇ રહેલો રૂપિયા 200 કરોડનો વીજખર્ચ કેવી રીતે ઘટાડી શકાય તે માટે સતત મથામણ. - Divya Bhaskar
વાર્ષિક ધોરણે થઇ રહેલો રૂપિયા 200 કરોડનો વીજખર્ચ કેવી રીતે ઘટાડી શકાય તે માટે સતત મથામણ.
  • પાલિકાના વિભાગો અને ઝોન ઓફિસ મળી 60 કચેરીઓમાં સોલાર પેનલથી વીજ ઉત્પાદન

રિન્યૂએબલ એનર્જી થકી પાલિકાની 11 પ્રોપર્ટીનું વીજ ઉત્પાદન વપરાશમાં ઘટાડો કરવા 50%થી વધુ સફળતા મળી છે. સુરત પાલિકાના વિવિધ વિભાગો અને ઝોન ઓફિસ મળી 60 કચેરીઓમાં સોલાર પેનલથી વીજ ઉત્પાદનમાં પાલિકાએ અંદાજે 64 કરોડોનો નફો કર્યો છે.

વીજળીની બચત સાથે વીજખર્ચમાં ઘટાડો કરવા કમર કસી
રિન્યુઅલ એનર્જી તરફ જવું ખૂબ જ મહત્વનું બની રહ્યું છે. વીજળીનો જે રીતે ઉપયોગ થઈ રહ્યો છે તેને જોતા આવનાર દિવસોમાં હજી પણ વીજ ઉત્પાદન કરવાની ફરજ પડે તેમ છે. જ્યારે તેના વિવિધ વિકલ્પોનો ઉપયોગ કરીને આગળ વધવાનો સમય છે. પાલિકા વીજળીની બચત સાથે વીજખર્ચમાં ઘટાડો કરવા કમર કસી રહી છે. વાર્ષિક ધોરણે થઇ રહેલો રૂપિયા 200 કરોડનો વીજખર્ચ કેવી રીતે ઘટાડી શકાય તે માટે સતત મથામણ ચાલી રહી છે. તેવામાં પાલિકાએ 64 કરોડ બચાવ્યા છે.

ઉમરા નોર્થ SPS તમામ 60 સાઇટમાં અવ્વલ નંબરે
પાલિકાએ રિન્યુએબલ એનર્જીના અંતર્ગત જે પ્રોજેક્ટોને આવરી લીધા છે. તેમાં સૌથી વધુ સફળતા સુએઝ પમ્પિંગ સ્ટેશનમાં લગાવાયેલી સોલાર પેનલ અને વિન્ડ પાવર હાઇબ્રિડથી મળી રહી છે. રાંદેર, વરાછા, ઉધના અને ઉમરા નોર્થ સુએઝ પમ્પિંગ સ્ટેશન પાલિકાને સૌથી વધુ વીજળી જનરેટ કરી આપતું સ્ટેશન બની ચૂક્યું છે. ઉમરા નોર્થ SPSના વીજ વપરાશ સામે 82.68 ટકા વીજળી જનરેટ થઇ રહી છે. જે રિન્યુએબલ એનર્જીથી વીજળી જનરેટ કરતી તમામ 60 સાઇટમાં અવ્વલ નંબરે નોંધાઇ છે. ભવિષ્યના પ્લાનિંગ માટે અત્યારથી જ રિન્યૂએબલ એનર્જીથી વીજળી મેળવવા દૂર સુધી નજર દોડાવાઇ રહી છે. આ પ્રયોગથી પાલિકાને સોલાર અને વિન્ડ પાવરથી પાલિકા સૌથી વધુ વીજળી જનરેટ કરવાનો પ્રયોગ સફળ રહ્યો છે.

સોલાર અને વિન્ડ પાવરથી પાલિકા વપરાશના 35 ટકા ઇલેક્ટ્રિસિટી જનરેટ
મહાનગરપાલિકાના અધિકારી કે.એચ.ખટવાણીએ જણાવ્યું કે રિન્યુએબલ વીજઉત્પાદન કરવામાં પાલિકાને તબક્કાવાર સફળતા મળી રહી છે. સોલાર અને વિન્ડ પાવરથી પાલિકા વપરાશના 35 ટકા ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી રહી છે. પાલિકા કચેરી દ્વારા ઝોન ઓફિસ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સુએઝ પમ્પિંગ સ્ટેશન, પાણીની ટાંકીઓ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ, સ્મીમેર હોસ્પિટલ,પાલિકાની મુખ્ય કચેરીએ સોલાર પ્લાન્ટ તથા કેટલાક સ્થળોએ વિન્ડ પાવરના માધ્યમથી વીજળી ઉત્પન્ન કરવામાં આવી રહી છે. 60 પૈકી 11 ઇમારતોના પ્રોજેક્ટમાં કરવામાં આવેલો પ્રયોગ સૌથી વધુ પુરવાર સાબિત થયો છે.

વીજળીના વપરાશ સામે 50 ટકાથી વધુ વીજળીનું ઉત્પાદન કરતા એકમોની યાદી

એકમનું નામટકાવારી
વરાછા વોટરવર્કસ69.93%
રાંદેર વોટરવર્કસ56.63 %
પાંડેસરા પાણીની ટાંકી6781 %
કતારગામ પાણીની ટાંકી50.34 %
ઉમરપાડા પાણીની ટાંકી69.37%
અડાજણ સુએઝ પમ્પિંગ69.37%
પીપલોદ પમ્પિંગ સ્ટેશન53.67%
ઉમરા નોર્થ સુએઝ પમ્પિંગ82.68%
ઉંમર સાઉથ પમ્પિંગ50.91%
પાલ પાલનપુર પમ્પિંગ52.54%

​​​​

અન્ય સમાચારો પણ છે...