તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજસીટોક:સુરત શહેરમાં ગુંડા તત્વો પર સકંજો, 5 ગેંગના 26 જેલમાં, 22 ફરાર

સુરત25 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • દહેશત ફેલાવતા ગુનેગારોથી શહેરને મુક્ત કરવાની ઝુંબેશ
 • લાલુ જાલીમ, અશરફ નાગોરી, વિપુલ ગાજીપરા અને સજ્જુ કોઠારી ભૂગર્ભમાં

ગુજસીટોક કાયદા હેઠળ અત્યાર સુધીમાં સુરત પોલીસે 5 ગેંગના લીડરો અને તેના પન્ટરો સામે ગુનો નોંધ્યો છે. ક્રાઇમબ્રાંચે માન દરવાજાની આસીફ ટામેટા ગેંગની સામે ગુજસીટોકના કાયદા હેઠળ ગુનો નોંધવાની શરૂઆત કરતા ગેંગસ્ટરોમાં ફફડાટ ફેલાયો છે. અત્યાર સુધીમાં 5 ગેંગના 7 સૂત્રધારો સહિત 22 સાગરિતો હજુ ભાગતા ફરે છે. જેમાં આસીફ ટામેટાના ગેંગના 14 આરોપી પૈકી 10 પકડાયા છે. મુખ્ય સૂત્રધાર આસીફ ટામેટા પણ લાજપોર જેલમાં છે. જ્યારે તેના 4 સાગરિત ભાગતા ફરે છે. અમરોલીની લાલુ જાલીમ ગેંગના 11 આરોપી સામે ગુનો નોંધી 5 ને પકડી પાડ્યા છે.

જ્યારે માથાભારે લાલુ જાલીમ સહિત 6 ફરાર છે. લાલુ જાલીમ યુપી વતનમાં ભાગી ગયો હોવાની આશંકા છે. લાલગેટના અશરફ નાગોરી સહિત 5 સામે ગુનો દાખલ કરી 2 ને પકડી પાડ્યા છે. જ્યારે સૂત્રધાર અશરફ નાગોરી સહિત 3 ફરાર છે.વરાછાના માથાભારે વિપુલ ગાજીપરાની ગેંગના વિપુલ સહિત 10 સામે ગુનો નોંધી 4 ની ધરપકડ કરી છે.

જ્યારે વિપુલ ગાજીપરા, ડેનીશ ઉર્ફે નાનો અને અલ્તાફ પટેલ સહિત 6 ભાગતા ફરે છે. નાનપુરામાં જુગારની ક્લબ ચલાવતા અને ગંભીર ગુનામાં સંડોવાયેલા માથાભારે સજ્જુ કોઠારી સહિત 8 સામે ગુનો નોંધી 5 સાગરિતોને ઊંચકી લીધા હતા. જ્યારે સજજુ સહિત 3 ફરાર છે. સજજુ મુંબઈ ભાગ્યાની આશંકા છે.

સજ્જુ કોઠારીની ગેંગ 7 દિવસના રિમાન્ડ પર
ગુજસીટોક (ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ)ની ગીરફતમાં આવેલી નાનપુરા જમરૂખગલીના રહેવાસી સજજુ કોઠારી ગેંગના 5 આરોપીને ગુરુવારે કોર્ટમાં રજૂ કરી પોલીસે 20 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, સરકાર તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ કરેલી દલીલ બાદ કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. દલીલ કરાઈ હતી કે, સંગઠિત રહી ગુના આચરતી આ ટોળકી છે, તમામની ગેરકાયદે મિલકતોની તપાસ કરવાની છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો