તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધામાં વધારો:સુરત એરપોર્ટ પર કનેક્ટિવિટી વધશે, સ્પાઈસ જેટની ફ્લાઈટ પટણા અને કોલકાત્તા સુધીની શરૂ થશે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરત એરપોર્ટ પર ફરીથી ફ્લાઈટ વધે તેવી પ્રક્રિયા શરૂ થઈ છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
સુરત એરપોર્ટ પર ફરીથી ફ્લાઈટ વધે તેવી પ્રક્રિયા શરૂ થઈ છે.(ફાઈલ તસવીર)
  • અઠવાડીયામાં 3 દિવસ ફ્લાઈટ શરૂ થયા બાદ નવી ફ્લાઈટ શરૂ થવાના અણસાર

સુરત એરપોર્ટ કોરોના સંક્રમણની બીજી લહેરના અંતમાં ફરીથી ધમધમવા લાગે તેવા અણસાર મળી રહ્યાં છે. વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપની રજૂઆતના આધારે નવી ફ્લાઈટ શરૂ કરવાના અણસાર સ્પાઈસ જેટ દ્વારા આપવામાં આવ્યાં છે. સુરતથી પટણા અને કોલકાત્તા સુધીની ફ્લાઈટ અઠવાડિયામાં 3 દિવસની ફ્લાઈટ શરૂ થયા બાદ નવી ફ્લાઈટ પણ શરૂ કરવાના અણસાર આપવામાં આવ્યા હોવાનું ગ્રુપ દ્વારા જણાવવામાં આવ્યું છે.

3 દિવસ ફ્લાઈટ ચાલશે
સ્પાઇસ્ જેટ સુરતથી સમર શિડ્યુલ સુધી ફલાઇટ સુરતથી ઓપરેશન નહિ કરશે તેવા અણસાર આપ્યા હતાં. જો કે, ગ્રુપ દ્વારા તેની જાણ થતાં તરત સ્પાઈસ જેટ સાથે વાતચીત કરીને સુરતથી મુખ્ય શહેરો સાથે કનેક્ટિવિટી ચાલુ રાખવા જણાવ્યું હતું. તેમણે તેની પર વિચાર કરીશું તેવું જણાવ્યું પણ હતું.આખરે સુરતથી પટણાની ફલાઇટ સુરતને અપાઈ છે. આ જ ફલાઇટ કોલકાત્તા સુધી જશે. સુરત પટના કોલકાત્તા અને કોલકાત્તા પટના સુરત અઠવાડિયાના 3 દિવસ સોમવાર, બુધવાર અને શુક્રવાર 16 જુલાઈથી શરૂ થશે.

વધુ ફ્લાઈટ મળે તેવી આશા
ગ્રુપના સભ્યએ કહ્યું કે, બીજા 4 શહેરો સાથે પણ કનેક્ટિવિટી જલ્દી મળશે તેવું સપાઈશ જેટ સાથે વાતચીત દરમ્યાન અણસાર આપ્યા છે. જેમાં ઘણા લાંબા સમયથી જે શહેરની માંગણી હતી તે પણ કદાચ આ વખતે પૂરી થશે તેવું લાગે છે. સ્લોટ અપ્રુવલમાં છે જેવું તેનું કલિયરન્સ મળશે તરત જાહેર કરવામાં આવશે.