• Home
  • Local
  • Gujarat
  • Surat
  • Congress workers pay homage to Akshay, Baba Ramdev, Bachchan, Kher: Party leaders Youth Congress say, 'We don't know'

સુરત / કોંગ્રેસના કાર્યકરોએ અક્ષય, બાબા રામદેવ, બચ્ચન, ખેરને શ્રદ્ધાંજલિ આપી દીધીઃ પક્ષના નેતાઓ-યુથ કોંગ્રેસ કહે છે, 'અમને ખબર જ નથી'

પેટ્રોલ પંપની બહાર પોસ્ટર લગાવીને કોંગ્રેસી કાર્યકરોએ કાર્યક્રમ યોજી દીધી હતો.
પેટ્રોલ પંપની બહાર પોસ્ટર લગાવીને કોંગ્રેસી કાર્યકરોએ કાર્યક્રમ યોજી દીધી હતો.
X
પેટ્રોલ પંપની બહાર પોસ્ટર લગાવીને કોંગ્રેસી કાર્યકરોએ કાર્યક્રમ યોજી દીધી હતો.પેટ્રોલ પંપની બહાર પોસ્ટર લગાવીને કોંગ્રેસી કાર્યકરોએ કાર્યક્રમ યોજી દીધી હતો.

  • કોંગ્રેસ પ્રમુખે કહ્યું જૂથબંધીમાં યુવકો કાર્યક્રમ કરી નાખતા હોય છે
  • માત્ર પ્રસિધ્ધિ મેળવવા માટે કાર્યક્રમો કરવામાં આવતાનું સામે આવ્યું

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 06:04 PM IST

સુરત. પેટ્રોલ ડિઝલના ભાવ વધારામાં વિરોધ કરવામાં કોંગ્રેસના યુવા કાર્યકરો ભાન ભૂલ્યા હોય તે રીતે સિટી લાઈટમાં આવેલા સાયન્સ સેન્ટર સામેના પેટ્રોલ પંપ પર શ્રધ્ધાંજલિનો કાર્યક્રમ યોજ્યો હતો. ભાજપના કે કેન્દ્ર સરકારના વિરોધની જગ્યાએ અક્ષય, બાબા રામદેવ, બચ્ચન, ખેરને ફોટો મુકીને શ્રધ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ અંગે કોંગ્રેસના નેતાઓને પુછતાં તેમણે કહ્યું કે, આ જૂથબંધીમાં યુવા કોંગ્રેસે કાર્યક્રમ યોજ્યો હોય શકે છે. જ્યારે યુથ કોંગ્રેસના પ્રમુખે કહ્યું કે, મારી જાણમાં આવો કોઈ કાર્યક્રમ જ યોજવામાં આવ્યો નથી. કોંગ્રેસ શહેર પ્રમુખે કહ્યું કે, જૂથવાદ ચાલે છે. જેના કારણે એકબીજાથી આગળ રહેવા ઉપર કોઈ નેતાને જાણ કર્યા વગર જ આ પ્રકારે પ્રસિધ્ધિ માટે કાર્યક્રમ કરવામાં આવ્યો હોવાનું ખુદ કોંગ્રેસના નેતાઓ સ્વિકારી રહ્યાં છે.

કોઈ જ હેતુ વગર કાર્યક્રમ અપાયો
યુથ કોંગ્રેસ અને કોંગ્રેસના કાર્યકરોએ પોતાના પક્ષના જ મોવડીઓ કે આગેવાનોને વિશ્વાસમાં લીધા વગર કે જાણ કર્યા વગર શ્રધ્ધાંજલિનો કાર્યક્રમ આપ્યો હતો. બાબા રામદેવ, અક્ષયકુમાર, અનુપમ ખેર અને અમિતાભ બચ્ચનના ફોટો સાથેના પોસ્ટરને પેટ્રોલપંપ બહાર રાખી દઈને શ્રધ્ધાંજલિનો કાર્યક્રમ કરી નાખવામાં આવ્યો હતો. આ અંગે ત્યાંથી પસાર થતાં સ્થાનિકોએ પણ આ પ્રકારના વિરોધ પ્રદર્શનની ટીકા કરી હતી. પેટ્રોલનો ભાવ વધારાનો વિરોધ યોગ્ય છે પરંતુ આ રીત ધડ માથા વગરના કોઈ ઉદ્દેશ્ય વગર જ વિરોધ પ્રદર્શનની લોકો પણ ટીકા કરતાં હોવાનું સામે આવ્યું છે.

યુથ કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ અજાણ
સમગ્ર શ્રધ્ધાંજલિનો કાર્યક્રમ પ્રસિધ્ધિ મેળવવા માટે થયો હોય તેમ કહેતા કોંગ્રેસના પ્રમુખ બાબુભાઈએ જણાવ્યું કે, મને કશી જ જાણકારી નથી. છોકરાઓ જૂથબંધીમાં આવા કાર્યક્રમ કરતાં હોય છે. જો કે યુથ કોંગ્રેસના પ્રમુખે પણ આ કાર્યક્રમ તેમણે ન કર્યો હોવાનું સ્વિકાર કરતાં કોંગ્રેસ પર ખો દીધી હતી. યુથ કોંગ્રેસના પ્રદિપ ભરવાડે કહ્યું કે, તેના કાર્યકરો દ્વારા આ કાર્યક્રમ જ અપાયો નથી. યુથ કોંગ્રેસ જયેશ દેસાઈ પણ કહે છે આ કાર્યક્રમ બાબતે મને કશી ખબર નથી અને આ કાર્યક્રમ યુથ કોંગ્રેસે નથી કર્યો એટલે કોંગ્રેસને પૂછોએક બીજા પર ખો આપતા કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ બહાર આવ્યો છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી