તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:સુરતના મગોબમાં વેજીટેબલ માર્કેટનું લોકાર્પણ થયા બાદ પણ ખુલ્લુ ન મૂકાતા કોંગ્રેસી કાર્યકરોએ તાળાં તોડી રોષ દર્શાવ્યો

સુરતએક મહિનો પહેલા
કોંગ્રેસી કાર્યકરોએ માર્કેટના દરવાજે મરાયેલું તાળું તોડીને વિરોધ કર્યો હતો.
  • કોંગ્રેસી કાર્યકરોએ માર્કેટના તાળા તોડતાં પોલીસે અટકાયત કરી

સુરતના મગોબ વિસ્તારમાં વેજીટેબલ માર્કેટ અને મલ્ટીલેવલ પાર્કિંગ બનાવ્યું છે. લોકાર્પણ વિધિ પૂર્ણ થયા ને એક મહિનો થઈ ગયા હોવા છતાં પણ લોકોના ઉપયોગ માટે માર્કેટને ખુલ્લું મુકાયું ન હતું. જેને લઈને આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ દર્શાવતા વેજીટેબલ માર્કેટ અને ગેટના તાળાં તોડવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને 12 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

વિરોધ કરનારા કોંગ્રેસી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.
વિરોધ કરનારા કોંગ્રેસી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

અગાઉ લેખિત રજૂઆત કરાઈ હતી
કોર્પોરેશન દ્વારા ૬ જુલાઈના દિવસે વેજીટેબલ માર્કેટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોને મુશ્કેલી ન પડે તેના માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. એક મહિના જેટલો સમય પસાર થઇ ગયા બાદ પણ લોકો માટે તૈયાર કરાયેલા વેજીટેબલ માર્કેટનો ઉપયોગ ન થતા કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી કે, તાત્કાલિક અસરથી વેજીટેબલ માર્કેટ શરૂ કરવામાં આવે. પરંતુ તેમણે લેખિતમાં કરેલી રજૂઆત નો કોઇ ઉકેલ ન આવતા આખરે આજે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને કાર્યકર્તાઓએ વેજીટેબલ માર્કેટના ગેટનું તાળુ તોડવાનો પ્રયાસ કરતાં પોલીસે તેમની અટકાયત કરી હતી.

શાકભાજી માર્કેટ શરૂ કરવાની માગ કરવામાં આવી હતી.
શાકભાજી માર્કેટ શરૂ કરવાની માગ કરવામાં આવી હતી.

અલ્ટિમેટમ આપ્યા બાદ પણ કામગીરી ન થઈ
કોંગ્રેસ કાર્યકર્તા સુરેશ સુહાગિયાએ જણાવ્યું કે, મ્યુનિસિપલ કમિશનરને અમે 15 દિવસમાં વેજીટેબલ માર્કેટ ખોલવા અલ્ટિમેટમ આપ્યું હતું. પરંતુ અમારી રજૂઆતને ધ્યાનમાં ન લેતા આખરે અમે વેજીટેબલ માર્કેટ સ્થાનિક પ્રજા માટે ખુલ્લો મુકવાનો પ્રયાસ કર્યો છે. સીતાનગર બ્રિજની નીચે શાકભાજી વિક્રેતાઓ મોટી સંખ્યામાં બેસે છે. ત્યાં આગળ ટ્રાફિકજામના પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે, તેમ જ અકસ્માતો પણ સર્જાય રહ્યાં છે. નવા તૈયાર થયેલા વેજીટેબલ માર્કેટને ખુલ્લું ન મૂકવાને કારણે સીતાનગરના શાકભાજી વિક્રેતાઓ અહીં આવી શકતા નથી. સત્તા પક્ષ દ્વારા પોતાના મળતિયાઓને લાભ અપાવવા માટે સીતા નગર ખાતેનું શાક માર્કેટ શરૂ રાખવામાં આવ્યું છે. લોકાર્પણ થઇ ગયા બાદ પણ જો વેજીટેબલ માર્કેટ ખોલવામાં આવ્યો હોય તો સ્વાભાવિક છે કે, તેમની મેલી રમત સામે આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...