તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોંગ્રેસ દ્વારા પાસના કન્વીનર ધાર્મિક માલવિયાને વોર્ડ નંબર 3માંથી ટિકિટ આપી હતી પરંતુ ધાર્મિક માલ્યાએ ઉમેદવારીપત્ર ભર્યું ન હતું. તેના કહેવા મુજબ તેમણે જે ઉમેદવાર માટે ટિકિટ માગી હતી તેમને ટિકિટ આપવા માટે કોંગ્રેસ મોવડી મંડળે સ્વીકાર્યું હતું અને અંતિમ સમયે ટિકિટ આપવામાં આવી ન હતી. પાસના કહેવા પ્રમાણે કોંગ્રેસે વિશ્વાસઘાત કર્યો છે. ત્યારબાદ પાટીદાર અનામત સમિતિ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, કોંગ્રેસના કાર્યક્રમ વરાછા વિસ્તારમાં નહીં થવા દઈએ. ત્યાર બાદ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને કોંગ્રેસના સહપ્રભારી બિશ્વરંજન મોહંતી દ્વારા સુરત ખાતે પાટીદાર વિસ્તારોમાં શક્તિપ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી. જેના ભાગરૂપે 2 વાગે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને પગલે પાસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ચેલેન્જ સ્વિકારવા બદલ કોંગ્રેસ હાઈકમાન્ડનો આભાર. જો કે આ ચેલેન્જ સ્વીકાર્યાની થોડી કલાકોમાં જ કોંગ્રેસે રેલી રદ કરી હતી.
પાસ તોફાન ઊભું કરીને રાજકીય વાતાવરણ અસ્થિર કરી શકે
કોંગ્રેસને પહેલાં જ ચીમકી આપી હતી કે, કોંગ્રેસની એક પણ જાહેર સભા કે કોઈ મોટો કાર્યક્રમ અમારા વિસ્તારમાં થવા દેવાશે નહીં ત્યારે પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાએ સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ મૂકી છે. જેમાં તેમણે કોંગ્રેસને પાસે આપેલી ચેલેન્જને સ્વીકાર કર્યો છે. તેનો આડકતરી રીતે કટાક્ષ કર્યો કે એનો અર્થ એમ થાય છે કે કોંગ્રેસની રેલીમાં પાસ તોફાન ઊભું કરીને રાજકીય વાતાવરણ અસ્થિર કરી શકે છે.
ગત ચૂંટણીમાં પાસે ભાજપને ધમકી આપી હતી
2015ની મહાનગરપાલિકાની ચૂંટણીમાં પાસે આજ રીતે ભાજપને ધમકી આપી હતી કે તેમને એક પણ કાર્યક્રમ કરવા દેવામાં આવશે નહીં. જ્યારે ઋત્વિજ પટેલ કે કોઈ ભાજપના નેતાઓના કાર્યક્રમો થતા હતા ત્યારે પાસ દ્વારા તે કાર્યક્રમમાં તોફાન ઊભું કરીને કાર્યક્રમ નિષ્ફળ કરવાનો પ્રયાસ કર્યો હતો.
કોંગ્રેસ અને પાસ સામસામે આવવાની શક્યતા
મહાનગરપાલિકાની ચૂંટણીમાં પાસ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય દાવપેચ થયા છે. તેને લઈને હવે કોંગ્રેસને પાસ આવતીકાલે સામસામે આવે તેવી શક્યતાઓ છે. કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ અમિત ચાવડા હાજરીમાં થતાં કાર્યક્રમમાં જો પાસ કોઈ મોટી બબાલ કરે તો સ્થિતિ બગડી શકે છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.