સાયણ રેલ્વે ઓવરબ્રીજ બનતા સાયણ મેઈન માર્કેટ ઓવરબ્રીજ નીચે આવી ગયું હતું. જનતા માટે અવરજવર માટે બ્રીજને અડીને ફુટબ્રિજ બનાવવામાં આવ્યો છે. પરંતું ફુટબ્રિજ ઘણો ઉંચો હોવાથી ગ્રામજનો ઉપયોગ કરતા નથીં માર્કેટમા ખરીદી માટે ત્રણ કિલોમીટર ચકરાવો કરવો પડે છે. જેથી ગ્રામજનોએ વારંવાર પગદંડી અને અન્ડરગ્રાઉન્ડ પાસ માટે રજુઆત કરતા આવ્યા છે. પરંતુ તંત્ર આખ આડા કાન કરી રહ્યુ છે. ફુટબ્રિજનો ઉપયોગ નહીં થતાં ફુટબ્રિજ પણ સોભાના ગાંઠીયા સમાન બની ગયો છે. સાયણ ગામ 20 હજાર આસપાસ વસ્તી ધરાવતું ગામ હોય અને વિસ્તારોમાં ઈન્ડસ્ટ્રીયલ, સુગર ફેકટરી, સહકારી મંડળી આવેલી હોવાથી સાયણ ગામમા સુરત, તાપી, ભરુચ જિલ્લામાંથી રોજ હજારો લોકો રોજગારી માટે આવતા હોય છે. મોટાભાગના નોકરીયાત વર્ગના લોકો અવરજવર માટે સાયણ રેલ્વેનો ઉપયોગ કરતા આવ્યા છે. જેથી સાયણ રેલ્વે લાખોની કમાણી કરે છે.
કોંગ્રેસે મુદ્દા ઉઠાવ્યા
સાયણ રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ 1,2 તથાં 3,4 ઉપર શેડ નાનો હોવાથી મુસાફરોને ઉનાળા અને ચોમાસાની ઋતુમાં ભારે મુશ્કેલી પડે છે. સ્ટેશન પર મુસાફરી કરી રહેલા લોકો માટે બેસવા માટે મુકેલા બાકડા પર પણ દારુડીયા પડેલા હોય છે, અને ગાળાગાળી કરતાં હોય છે. આવા દારુડીયાને લીધે મુસાફરો હેરાન પરેશાન થતાં હોય છે. મુસાફરોએ ટીકીટ ઘરે જવા માટે રેલ્વે સ્ટેશન પર ફુટબ્રિજ બનાવવામાં આવ્યો છે ,પરંતું ફુટબ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી મુસાફરો જીવના જોખમે રેલવે લાઇન ક્રોસ કરી રહ્યા છે.સાયણ સ્ટેશન પર જોઈતી સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. ઓલપાડ તાલુકાનું પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્ય અને સાંસદ બંને સરકારમાં મંત્રી તરીકે નું સ્થાન ધરાવે છે છતાં આ વિસ્તારના વર્ષો જુના વણ ઉકેલાયેલા પ્રશ્નોનો હલ થયો નથી. સ્થાનિક આગેવાનો દ્વારા અનેકવાર તંત્રને ઢંઢોળવા લેખિત તથા મૌખિક રજૂઆતો કરી છે પરંતુ પ્રશ્નો હલ ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
કોંગ્રેસી નેતાએ તંત્રને આડે હાથ લીધુ
પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે તંત્રને આડે હાથ લેતા માંગ કરી છે કે, સાયણ દેલાડ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીઝ, બબ્બે હાઇસ્કુલ,સાયણ સુગર ફેક્ટરી તથા અન્ય નાના ઉદ્યોગ ગૃહો આવેલા છે, જેમાં રોજગારી મેળવવા હજારો લોકો આવતા હોવા છતાં સાયણ રેલવે સ્ટેશન ઉપર સુવિધાઓની હાડમારી ભોગવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.