જીએસટીને લઈને રાજકીય વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટી બાદ કોંગ્રેસ દ્વારા પણ ગરબા ટિકિટો ઉપર લાગતા જીએસટી દરને લઈને આજે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ મહિલા મોરચા દ્વારા આજે ભાજપ કાર્યાલય ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જેને લઈને પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
ગરબા ટિકિટ ઉપર લાગેલા જીએસટીનો વિરોધ
કોંગ્રેસ મહિલા મોરચા દ્વારા આજે ભાજપ કાર્યાલય ખાતે જઈને ઉગ્ર સૂત્રોચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. સરકાર દ્વારા ગરબા ટિકિટો ઉપર જીએસટી લગાડવામાં આવ્યો છે. ગરબા ટિકિટો ઉપર 18% જેટલો જીએસટી લગાડવાના નિર્ણયને લઈને કોંગ્રેસે આજે સરકાર વિરુદ્ધ સૂત્રોચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. ભાજપ કાર્યાલયની બહારથી કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી લીધી હતી.
ગરબામાંથી કમાણી કરવાનો ખેલ
કોંગ્રેસ મહિલા પ્રમુખ ભારતીબેન પટેલે જણાવ્યું કે ભાજપ સરકાર પોતાને બહુ મોટી હિંદુત્વવાદી અને રાષ્ટ્રવાદી પાર્ટી માને છે. પરંતુ આનાથી બીજું જૂઠણું બીજું કોઈ હોય ના શકે. મા અંબેમા આસ્થા અને ભક્તિ રાખનાર કોઈપણ વ્યક્તિ આ પ્રકારે તહેવાર નિમિત્તે ખેલૈયા પાસેથી પૈસાના ઉઘરાણા ન કરી શકે. પરંતુ અમે સમજી શકે છે કે ભારતીય જનતા પાર્ટીને અલગ અલગ તાઈફાઓ કરવાના હોય છે. તેનો ખર્ચ ખૂબ મોટો થતો હોય છે માટે તેઓ આસ્થાના પર્વ એવા નવરાત્રિ થકી પણ રૂપિયા કમાવવી લેવાની તક છોડતા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.