કોંગ્રેસે ઉમેદવારોનું બીજું લિસ્ટ જાહેર:કોંગ્રેસની નો-રિપીટેશન ફોર્મ્યુલા 16માંથી 15 ચહેરા બદલી કાઢ્યા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી ચૂંટણી નહિં લડે તેવી સંભાવના
  • માત્ર માંડવી બેઠક પર સિટિંગ MLA આનંદ ચૌધરી રિપીટ

મોડીરાતે કોંગ્રેસે ઉમેદવારોનું બીજું લિસ્ટ જાહેર કરતા સુરતની 16 બેઠકના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું હતું. સુરતની 16 પૈકી 15 બેઠક પર કોંગ્રેસે ઉમેદવારો બદલવા પડ્યા છે. માત્ર માંડવી બેઠક પર સિટિંગ ધારાસભ્ય આનંદ ચૌધરીને રિપિટ કરાયા છે. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ એક માત્ર માંડવી બેઠક જ જીતી શક્યુ હતું. કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી ચૂંટણી નહિં લડે તેવી સંભાવના છે.

15 બેઠક પર કોંગ્રેસે ઉમેદવારો બદલવા પડ્યા
​​​​​​​છેલ્લી બે ચૂંટણીમાં તુષાર ચૌધરી મહુવાથી ચૂંટણી લડ્યા હતા. આ વખતે તુષાર ચૌધરીએ ટિકીટ ન માંગતા પાર્ટીએ મહુવાથી હેમાંગી ગરાસિયાને ટિકીટ આપી છે. જ્યારે 2014 અને 2019માં બારડોલી સંસદીય બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જોકે, હારી ગયા હતા. કોંગ્રેસે સુરત શહેરની 12 બેઠક પૈકી 4 બેઠક પર પૂર્વ નગરસેવકને ટિકીટ આપી છે. પૂર્વ નગરસેવક અસલમ સાયકલવાલાને સુરત-પૂર્વ, નિલેશ કુંભાણીને કામરેજ, પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા પપન તોગડીયાને વરાછા, ધનસુખ રાજપુતને ઉધના બેઠક પર ટિકીટ આપી છે. મહત્વનું એ છે કે, કોંગ્રેસે સુરતની 16 પૈકી એક જ બેઠક પર લઘુમતિને ટિકીટ આપી છે.

16 બેઠકના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું

બેઠકઉમેદવાર
માંગરોળઅનિલ ચૌધરી
માંડવી

આનંદ ચૌધરી(રિપીટ)

પૂર્વ

અસલમ સાયકલવાલા

ઉત્તરઅશોક પટેલ
કરંજભારતી પટેલ
લિંબાયતગોપાલ પાટીલ
ઉધનાધનસુખ રાજપુત
મજૂરાબળવંત જૈન
ચોર્યાસીકાંતિ પટેલ
કામરેજનિલેશ કુંભાણી
વરાછાપપન તોગડિયા
કતારગામકલ્પેશ વરિયા
ઓલપાડદર્શન નાયક
બારડોલીપન્ના પટેલ

મહુવા હેમાંગી

ગરાસિયા
અન્ય સમાચારો પણ છે...