તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Congress Leaders Meet Families Of Corona Victims In Sayan And Pariya Villages Of Olpad, Assure Them Of All Assistance Including Rs 4 Lakh

કોવિડ ન્યાય યાત્રા:ઓલપાડના સાયણ અને પરિયા ગામમાં કોરોનાના મૃતકોના પરિવારોને કોંગ્રેસના નેતાઓ મળ્યા, રૂ.4 લાખ સહિત તમામ સહાય અપાવવાનું આશ્વાસન આપ્યું

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઓલપાડના સાયણ તથા પરિયા ગામમાં કોરોનાના લીધે મૃત્યુ થયા હોય તે પરિવારોને મળીને કોંગ્રેસના નેતાઓએ આશ્વાસન આપ્યું હતું - Divya Bhaskar
ઓલપાડના સાયણ તથા પરિયા ગામમાં કોરોનાના લીધે મૃત્યુ થયા હોય તે પરિવારોને મળીને કોંગ્રેસના નેતાઓએ આશ્વાસન આપ્યું હતું
  • કોરોના મહામારીને કારણે મૃત્યુ પામેલા વ્યક્તિના સ્વજનો પાસેથી ફોર્મ ભરાવ્યા

કોવિડ ન્યાય યાત્રા અંતર્ગત આજે સુરત જિલ્લાના ઓલપાડના સાયણ તથા પરિયા ગામમાં કોરોનાના લીધે મૃત્યુ થયા હોય તે પરિવારોને મળીને કોંગ્રેસના નેતાઓએ આશ્વાસન આપ્યું હતું અને કોવિડ-19 વાઇરસની મહામારીને કારણે મૃત્યુ પામેલા વ્યક્તિના સ્વજનો પાસે વિગત દર્શક ફોર્મ ભરાવ્યા હતા.

મૃતકોના પરિવારજનોને સહાય અપાવવાની ખાતરી આપી
મૃતકના પરિવારજનોએ કોરોનાને રોકવામાં અને કોરોના સંક્રમિતોને સારવારમાં રાજ્ય સરકારની નિષ્ફળતા અને તેના લીધે તેમને વેઠવી પડેલ પારાવાર હાલાકીની ફરીયાદ કરી હતી. સૌએ સરકાર પાસે ન્યાયની માગણી કરી હતી. કોંગ્રેસ પાર્ટી તરફથી નેતાઓએ તમામ મૃતકોના પરિવારજનોને ખાતરી આપી હતી કે, મૃતક દીઠ તેમના પરિવારજનોને રૂ.4 લાખની સહાય, ખાનગી હોસ્પિટલોમાં સારવારના થયેલ બીલની ચૂકવણી અને સરકારની ગુનાહિત બેદરકારીની ન્યાયીક તપાસ થાય તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે.

કોરોના મહામારીને કારણે મૃત્યુ પામેલા વ્યક્તિના સ્વજનો પાસેથી ફોર્મ ભરાવ્યા
કોરોના મહામારીને કારણે મૃત્યુ પામેલા વ્યક્તિના સ્વજનો પાસેથી ફોર્મ ભરાવ્યા

કયા કયા નેતાઓ હાજર રહ્યા
કોવિડ ન્યાય યાત્રામાં સુરત જીલ્લા પંચાયત માજી વિરોધ પક્ષના નેતા તથા ખેડૂત અને સહકારી આગેવાન દર્શનભાઈ નાયક, ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જ્યેન્દ્રભાઇ દેસાઈ, ડી.એલ. પટેલ, કેતનભાઈ દેસાઈ, કેતનભાઈ પટેલ, મનોજભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ, જયેશભાઇ પટેલ સહિતના આગેવાનો જોડાયા હતા.

કોંગ્રેસ પાર્ટી તરફથી નેતાઓએ તમામ મૃતકોના પરિવારજનોને ખાતરી આપી
કોંગ્રેસ પાર્ટી તરફથી નેતાઓએ તમામ મૃતકોના પરિવારજનોને ખાતરી આપી
અન્ય સમાચારો પણ છે...