તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેખાવો:સુરતમાં કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વિરોધમાં સાયકલ યાત્રા કાઢનાર 50 કાર્યકર્તાઓની અટકાયત

સુરત13 દિવસ પહેલા
પોલીસે વિરોધ કરનારા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.
  • રીંગરોડથી ક્લેક્ટર કચેરી સુધી સાયકલ યાત્રાનું આયોજન થયું હતું

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત થતાં વધારાને કારણે કોંગ્રેસ દ્વારા સાયકલયાત્રા યોજીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી સાયકલ યાત્રા કાઢવામાં આવી હતી. સુરત રેલવે સ્ટેશન સરદાર પ્રતિમા, રીંગરોડ ડૉ.બાબા સાહેબ આંબેડકરના પૂતળા, અને વનીતા વિશ્રામથી જિલ્લા કલેકટર કચેરી સુધી સાયકલ યાત્રાનું આયોજન હતું. પેટ્રોલ-ડીઝલ સહિત રાંધણ ગેસ અને જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ ભાવ વધારોનો વિરોધ કરાયો હતો. વિરોધ કરનારા 50થી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

મોંઘવારીનો કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
મોંઘવારીનો કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

પોલીસ સાથે રકઝક થઈ
કોંગ્રેસના કાર્યકર્તાઓ અલગ અલગ વિસ્તારોમાં એકત્ર થઇને સાયકલ યાત્રા કાઢી હતી. જેમાં સ્ટેશન વિસ્તાર અને રિંગ રોડથી નીકળેલી સાઇકલયાત્રાના કાર્યકર્તાઓ અને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ખટોદરા પોલીસ સ્ટેશન અને સલાબતપુરા પોલીસ દ્વારા અંદાજે 50થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ભારે રકઝક જોવા મળી હતી.

શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં સાયકલ રેલી યોજી હતી.
શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં સાયકલ રેલી યોજી હતી.

સરકાર સદંતર નિષ્ફળ-કોંગ્રેસ
શહેર કોંગ્રેસ પ્રવક્તા કિરણ રાયકા જણાવ્યું કે, ગરીબ અને મધ્યમવર્ગના લોકોનું જીવવું કપરું બની ગયું હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. કોરોના સંક્રમણ કાળ દરમિયાન લોકોની આવક ઉપર મોટી અસર થઈ છે. તેવા સમયે કેન્દ્ર સરકારે મોંઘવારી નિયંત્રણમાં રહે તેવા પ્રયાસો કરવા જોઇએ. જેથી કરીને લોકોને રાહત થાય. પરંતુ જાણે કેન્દ્ર સરકારને સામાન્ય પ્રજાની કોઈ ચિંતા ન હોય તે રીતે ભાવો પર અંકુશ લાવવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો નથી. પેટ્રોલ ડીઝલ રાંધણગેસ અને દૂધના ભાવ જેવી અન્ય ચીજ વસ્તુઓમાં મોંઘવારીનો માર જોવા મળી રહ્યો છે. જેના વિરોધમાં આજે કોંગ્રેસના કાર્યકર્તાઓએ સાઇકલયાત્રા કાઢીને પ્રતીક વિરોધ નોંધાવ્યો હતો.