સુરત શહેર કોંગ્રેસ દ્વારા સચીન જીઆઈડીસીમાં થયેલી દુર્ઘટનામાં મજુરોના થયેલા મોતની ઘટનામાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.શહેરના સચિન GIDC ખાતે ઝેરી કેમિકલના અસરથી 6 જેટલા મજૂરોના મોત થાય છે. અન્ય મજૂરો ઉપર કેમિકલની ગંભીર અસર થઈ છે. સચિન GIDC ખાતે GPCBના અધિકારીઓ, સ્થાનિક પોલીસ, જિલ્લા વહીવટી તંત્ર તથા સત્તા પક્ષના મોટા નેતાઓની સાઠગાંઠમાં ઝેરી કેમિકલો ઠાલવાનું કામ કરવામાં આવે છે . તદુપરાંત ઉદ્યોગો અને મિલોમાં સંચાલકો દ્વારા ફેક્ટરી એકટ, સરકારી દિશાસુચનો તથા ધારાધોરણો અને કાયદાઓનું ખુલ્લું ઉલ્લંઘન કરી કામદારોને કોઈ પણ પ્રકારના સેફટીના સાધનો આપવામાં આવતા નથી.જેના કારણે અવારનવાર નાનીમોટી ઘટનાઓ બને છે પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પગલાં લેવા આવતા નથી તેવી રજૂઆત કરાઈ છે.
અગાઉ પણ ફરિયાદ થઈ છે
ભૂતકાળમાં સચિન, પાંડેસરાના રહીશો દ્વારા કેટલાક ગેરકાયદે ઝેરી કેમિકલોના ટેન્કરો પકડવામાં આવ્યા છે. આ સાથે સચિન GIDC અને પાંડેસરા GIDCના મીલ સંચાલકો દ્વારા રાતે ઝેરી કેમિકલી છોડવાની પણ ફરિયાદો થઈ છે. જેના કારણે આજુબાજુના ગ્રામજનો તથા શહેરીજનો દમ, કેન્સર સહિતની અન્ય ગંભીર બીમારીઓમાં સંપડાઈ રહ્યા છે. પરંતુ આ બાબતે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. જવાબદારો સામે કાર્યવાહી થાય અને પીડિત પરિવારોને સહાય આપવામાં આવે તે જરૂરી છે.
શિક્ષાત્મક કાર્યવાહીની માગ
કોંગ્રેસના માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી દ્વારા નિર્દોષ મજુરોના થયેલા મોતની ઘટનાને સરકાર ગંભીરતાથી લે અને સંબંધિત અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાની માંગ કરી હતી. તેમણે પોલીસ, જિલ્લા વહીવટી તંત્રના ભ્રષ્ટ અધિકારીઓની ગુનાહિત બેદરકારીના કારણે આ ખૂબજ ગમખ્વાર ઘટના બની છે. Gpcb અધિકારીઓ સામે પગલાં લેવા ખૂબ જ જરૂરી છે કારણ કે, વારંવાર આ પ્રકારની ઘટના બનતી હોય તો કેમ એમના તરફથી ગંભીરતાથી આ બાબતને લેવાતી નથી તેમ જ સ્થાનિક પોલીસ જો યોગ્ય રીતે પેટ્રોલિંગ કરતી હોય તો આવી ઘટના કેમ બની શકે તે એક મોટો પ્રશ્ન થાય છે અમને શંકા છે કે સ્થાનિક પોલીસ સાથેના સાંઠગાંઠના કારણે જ કેમિકલ સરળતાથી ઠલવાઈ જાય છે અને આ પ્રકારની ઘટનાઓ બને છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.