તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનોખો પ્રયોગ:સુરતમાં કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરવા માટે ટ્રેક્ટર અને બળદગાડાંની સવારી કરતા લોકોમાં કુતૂહલ સર્જાયું

સુરતએક મહિનો પહેલા
વોર્ડ નંબર 3ના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર બળદગાડામાં ઘરેથી નીકળ્યા હતા.
  • ટ્રેક્ટર-બળદગાડાંનો ઉપયોગ કરીને સૌરાષ્ટ્ર સમાજમાં આકર્ષણ ઉભું કર્યું
  • સોશિયલ ડિસ્ટન્સના ભંગ અને માસ્ક વિના ટોળે ટોળાં ઉમટી પડ્યા

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો આજે ફોર્મ ભરવા માટે ચૂંટણી અધિકારી સમક્ષ પહોંચ્યા હતા. ફોર્મ ભરવા માટે તેમણે અનોખો પ્રયોગ કર્યો હતો. કોંગ્રેસના વોર્ડ નંબર 17ના ઉમેદવાર નિલેશ કુંભાણી તેમના કાર્યકર્તા સાથે ટ્રેક્ટરમાં નીકળ્યા હતા. ખેડૂત આંદોલન જે રીતે ખેડૂતો દ્વારા પ્રતિકાત્મક રીતે કેન્દ્ર સરકારનો વિરોધ વ્યક્ત કરવા માટે ટ્રેક્ટર રેલીનો સહારો લીધો હતો. એ જ રીતે ભારતીય જનતા પાર્ટી સમક્ષ પ્રતિકાત્મક વિરોધ દર્શાવી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નિલેશ કુંભાણી તેમની પેનલના અન્ય ઉમેદવારો સાથે ટ્રેક્ટરમાં ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. ટ્રેક્ટર પર ઉમેદવાર અને તેમના કાર્યકર્તાઓને જોતા લોકોમાં ભારે કુતૂહલ પણ જોવા મળ્યું હતું.

કોંગ્રેસના વોર્ડ નંબર 17ના ઉમેદવાર નિલેશ કુંભાણી તેમના કાર્યકર્તા સાથે ટ્રેક્ટરમાં નીકળ્યા હતા.
કોંગ્રેસના વોર્ડ નંબર 17ના ઉમેદવાર નિલેશ કુંભાણી તેમના કાર્યકર્તા સાથે ટ્રેક્ટરમાં નીકળ્યા હતા.

કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના અનોખા પ્રયાસથી વરાછા વિસ્તારમાં ભારે ચર્ચા
કોંગ્રેસના વોર્ડ નંબર 17ના ઉમેદવાર નિલેશ કુંભાણી ટ્રેક્ટર અને સાથે વોર્ડ નંબર 3ના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર બળદગાડામાં ઘરેથી નીકળ્યા હતા. ખેડૂતના પ્રતીક સમાન બળદગાડામાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારો નીકળતા વરાછા વિસ્તારમાં ભારે ચર્ચા થઈ હતી. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રવાસીઓ રહે છે. કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ એક રીતે પારંપરિક રીતે બળદગાડાંનો ઉપયોગ કરીને સૌરાષ્ટ્ર સમાજમાં આકર્ષણ ઉભું કર્યું હતું અને તેમનો દિલ જીતવાનો પ્રયાસ કર્યો હતો. બળદગાડાંમાં ઉમેદવારોની કરતા સૌનું ધ્યાન તેમની તરફ આકર્ષાયું હતું.

બળદગાડાંનો ઉપયોગ કરીને સૌરાષ્ટ્ર સમાજમાં આકર્ષણ ઉભું કર્યું.
બળદગાડાંનો ઉપયોગ કરીને સૌરાષ્ટ્ર સમાજમાં આકર્ષણ ઉભું કર્યું.

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ ખેડૂતોના અનેક પ્રશ્નો
ખેડૂતોનો પ્રશ્ન સમગ્ર દેશમાં અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. કૃષિ કાયદાનો વિરોધ કોંગ્રેસ પક્ષના નેતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ પક્ષ દ્વારા મોદી સરકારની નીતિનો વિરોધ કરવા માટે આ સૌથી મજબૂત મુદ્દો છે. સુરતમાં જે પણ રાજકીય માહોલ સર્જાય છે તેની સીધી અસર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ જતી હોય છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ ખેડૂતોના અનેક પ્રશ્નો છે અને એ પ્રશ્નોને વાચા આપવા માટે અને ખેડૂતની વાત કરવા માટે કોંગ્રેસ પોતે કાયમ આગળ આવે છે એ પ્રકારનો એક માહોલ લોકો સમક્ષ રજૂ કરવા માટે આ પ્રકારના પ્રયોગો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે.

રેલી કાઢી સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા.
રેલી કાઢી સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા.

સોશિયલ ડિસ્ટન્સના નિયમો નેવે મૂકાયા
આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચી રહ્યા છે. જેમાં તમામ પાર્ટીના ઉમેદવારો દ્વારા રેલી કે સરઘસ સ્વરૂપે ઉમેદવારી કરવા પહોંચી રહ્યા છે. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો પણ જોડાયા છે. જેના પગલે કોરોના ગાઈડલાઈનના લીરેલીરા ઉડતા જોવા મળી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સના ભંગ સાથે માસ્ક વિના પણ કાર્યકરો જોવા મળી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

વધુ વાંચો