ભારત જોડો યાત્રા:કોંગ્રેસના અભિયાનની શરૂઆત આવતીકાલથી, આમ આદમી પાર્ટી ભાજપની B ટીમ છે: કોંગ્રેસ પ્રવક્તા આલોક શર્મા

25 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસે ભાજપ સરકારની તમામ જાહેરાતોને નિષ્ફળ ગણાવી. - Divya Bhaskar
કોંગ્રેસે ભાજપ સરકારની તમામ જાહેરાતોને નિષ્ફળ ગણાવી.

દેશમાં કોંગ્રેસ ફરીથી પોતાનું સંગઠન બેઠું કરવા માટે તૈયારી કરી રહ્યું છે. ભારત જોડો યાત્રાને લઈને દેશમાં ફરીથી લોક સંપર્ક અભિયાન કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં સક્રિય થયેલી આમ આદમી પાર્ટીને પણ બી ટીમ કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્મા ગણાવી રહ્યા છે.

ગુજરાતમાં મજબૂત સરકાર આપશે
કોંગ્રેસ આગામી વિધાનસભામાં ગુજરાતમાં સત્તા મેળવવા માટે પ્રયાસો હાથ ધરી રહી છે. ભાજપ સરકારે અત્યાર સુધીમાં કરેલા તમામ વાયદા ઉપર નિષ્ફળ પુરવાર થઈ છે. મોદી સરકારે માત્ર મોટી મોટી વાતો કરીને ગુજરાતની અને દેશની પ્રજાને ગેરમાર્ગે દોરી છે. રોજગારી મોંઘવારી જેવા પ્રશ્નોને ઉકેલવામાં સરકાર નિષ્ફળ થઈ રહી છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ સરકાર આવશે તો ખેડૂતો બેરોજગારો અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારો કરશે.

રાજસ્થાનમાં આંતરિક ઝઘડાને લઈને મૌન
રાષ્ટ્રીય પ્રવક્તા આરોગ શર્માએ જણાવ્યું કે આમ આદમી પાર્ટીએ ભાજપની બી ટીમ છે. સીબીઆઈ અને ઇડી આપના નેતા ઉપર કરવામાં આવતી કાર્યવાહી દેખાવો પૂરતી છે. આશ્ચર્યની વાત છે કે મનોજ સિસોદિયાએ પોતાના ત્યાં રેડ થવાની છે તે પહેલા જ સોશિયલ મીડિયામાં તેની જાહેરાત કરી દીધી હતી આ કેવી રીતે શક્ય બની શકે.​​​​​​​ રાજસ્થાનમાં સચિન પાયલોટના સમર્થનમાં ધારાસભ્ય ફરી એક વખત મુખ્યમંત્રી બનાવવા માટે માંગ કરી રહ્યા છે. ત્યારે રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે તેમણે આ બાબતની જાણ ન હોવાનું કહ્યું હતું. અને રાજસ્થાનમાં કોઈ પ્રકારનો આંતરિક ઝઘડો ન હોવાની વાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...