આરોપ:ગ્રાન્ટ ફાળવવામાં પક્ષપાત થવાનો કોંગ્રસનો આરોપ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાજપના શાસકો સુરત જિલ્લામાં આવેલા ગામોને નાણા પંચની ગ્રાન્ટ સિવાયની ગ્રાન્ટ ફાળવવામાં પક્ષપાત કરતા હોવાનો આરોપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. સુરત જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન છે. ત્યારે સુરત જિલ્લામાં કોંગ્રેસના સરપંચ ધરાવતા ગામોને ગ્રાન્ટ આપવામાં પક્ષપાત થતો હોવાનો આરોપ જિલ્લા પંચાયતના વિપક્ષના સભ્ય એડવોકેટ દર્શન નાયકે કર્યો છે. તેમણે કહ્યું હતું કે, સુરત જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની સત્તા હોય તેવા ઘણા ગામો છે.

આ ગામોમાં નાણા પંચ દ્વારા અપાતી ગ્રાન્ટ તો મળી જાય છે. પરંતુ તાલુકા પંચાયત, ધારાસભ્ય તથા સાંસદ તરફથી અપાતી ગ્રાન્ટ આપવામાં પક્ષપાત થઈ રહ્યો છે. કેટલાક ગામોને આ ગ્રાન્ટ મળતી નથી કે ઓછી મળી રહી છે. જેના કારણે આ ગામોની વિકાસની કામગીરી અટકી ગઇ છે. ગામોને રસ્તા બિસમાર થઇ ગયા છે. ગ્રામજનોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં પણ મુશ્કેલી પડતી હોય છે. ત્યારે આ પક્ષપાત દુર કરીને યોગ્ય ગ્રાન્ટ ફાળવવા માટે માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...