તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:પાલિકાની મહિલા કર્મીએ ભાજપમાંથી ઉમેદવારી કરતા કોંગ્રેસ-આપનો વાંધો

સુરત25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • છેલ્લી ઘડીએ રાજીનામુ આપતા લોચો માર્યો, એક વર્ષ જુની તારીખ મારી

વોર્ડ નં.8 ડભોલી-સિંગણપોરની બેઠક પર ઉમેદવારી નોંધાવનારી આશા વર્કરના રાજીનામાના કારણે ભારે વિવાદ ઉઠ્યો હતો. આપ અને કોંગ્રેસના ઉમેદવારે વાંધો લેતા મહિલા ઉમેદવારે ઉતા‌વળમાં રાજીનામું આપ્યું પણ તારીખ એક વર્ષ જુની લખી હતી. મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા સુરત મહાનગર પાલિકાની આંગણવાડીમાં નોકરી કરતી સુવર્ણા દિપકભાઇ જાદવને ટિકિટ આપવામાં આવી છે. જોકે,સુવર્ણા જાદવે મહાનગર પાલિકામાંથી રાજીનામું નહીં આપતા સોમવારે ફોર્મ ચકાસણી દરમિયાન કોંગ્રેસના પાર્થ લાખાણી અને આપના ઉમેદવાર દ્વારા વાંધો લઇને તેમની ઉમેદવારી રદ કરવા માટેની માંગ કરી હતી. જોકે, આર.ઓ. સમક્ષ તેમણે રાજીનામું રજુ કરવાનું કહીને તાત્કાલિક રાજીનામું આપી દીધું હતું.

આ રાજીનામામાં પોતે ચાર વર્ષથી ફરજ બજાવે છે અને તેમણે પોતે ભાજપમાંથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી કરવાના હોય તે માટે રાજીનામું આપતા હોવાનું જણાવ્યું હતું. પરંતુ રાજીનામા પર 4-2-2020ની તારીખ લખી હતી. આ રાજીનામાની કોપી રિટર્નિંગ ઓફિસર સમક્ષ રજુ કરી હતી.

અધિકારીએ તેમનું ઉમેદવારી પત્ર ગ્રાહ્ય રાખીને વાંધો નામંજૂર કરતા હુકમમાં ઉમેદવાર સુવર્ણાએ 4-2-2021ના રોજ રાજીનામા માટેની અરજી કરી હોવાનું જણાવીને વાંધો નામંજૂર કરી દીધો હતો. આર.ઓના આ નિર્ણયથી નારાજ કોંગ્રેસના ઉમેદવાર પાર્થ લાખાણીએ કોર્ટમાં પડકારવાની ચિમકી ઉચ્ચારી છે.જેને પગલે આ બેઠક પર ગરમાયો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો