લઠ્ઠાકાંડમાં 48 કલાકની અંદર ગૃહમંત્રી રાજીનામુ નહિ આપે અને મૃતકોના પરિવારને 10 લાખનું વળતર નહિ મળે તો આત્મવિલોપનની ચીમકી આપનાર કોંગ્રેસના કલ્પેશ બારોટ સહીત 6 લોકોની પોલીસે અટકાયત કરી કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાં કોર્ટમાં તમામે એવી એફિડેવિટ લખી આપી હતી કે 'આત્મ વિલોપન કરીશું નહીં ' આખરે તમામને છોડી મુક્વામાં આવ્યા હતા.કોંગ્રેસના આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારનાર કાર્યકરોએ કહ્યું હતું કે ગુજરાતની ભાજપ સરકારમાં ગૃહમંત્રીની નિષ્ફળતાના કારણે તાજેતરમાં સર્જાયેલ લઠ્ઠાકાંડમાં મૃતક પરિવારોને 48-કલાકમાં 10 લાખ રૂપિયાની સહાય ચુકવવામાં આવે અને બેજવાબદર અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે તેમજ રાજ્યના નિષ્ફળ અને બેજવાબદાર ગૃહમંત્રી હર્ષ સંઘવીનું 48 કલાકમાં રાજીનામું લેવામાં આવે તેવી અમારી માંગ છે.
જો તેમ કરવામાં ન આવે તો અમારે મહાત્મા ગાંધી અને સરદાર પટેલના ગુજરાતને સલામત રાખવા અને આવનારી યુવા પેઢી નશાનશીલા પદાર્થોના રવાડે ન ચડે તેવા હેતુસર સોમવારે આત્મવિલોપન કરવાની ફરજ પડશે. કલ્પેશ બારોટ,પવન મિશ્રા, દિનેશ બ્રહ્મભટ્ટ, જીગ્નેશ મિશ્રા,ધર્મેશ સોપારીવાલા અને નિકુંજ કનેરીયાને પોલીસે અટકાયત કરી કોર્ટમાં રજૂ કરી દીધા હતા. જ્યાં એફિડેવિટ બાદ છુટકારો થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.