મોટાપાયે ફેરફારના એંધાણ:વિરોધ પ્રદર્શનોમાં પણ ગાયબ રહેતા કોંગી નેતાઓ હાઇકમાન્ડના રડારમાં

સુરત4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સામી ચૂંટણીએ શહેર- જિલ્લા કોંગ્રેસમાં મોટાપાયે ફેરફારના એંધાણ

શહેર જિલ્લા કોંગ્રેસના કેટલાક નેતાઓએ પોતાના હોદ્દા છોડવા પડે એવી ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.સક્રિય ન હોય એવા હોદ્દેદારોને પાણીચુ પકડાવી દેવાની તૈયારી કોંગ્રેસ નેતાગીરી કરી રહી છે.સુરત સહિત 4 જિલ્લાના પ્રમુખો પણ શીર્ષ નેતૃત્વના રડારમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આટલુ જ નહીં પણ પ્રદેશ હોદ્દેદારોની કામગીરીનું પણ થઈ બારીકાઈથી નિરીક્ષણ થઇ રહ્યું હોવાનું શહેર કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ભુપેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું. કોંગ્રેસ શહેરમાં વિરોધમાં પણ આમ આદમી પાર્ટી કરતા પાછળ હોય એમ આપના વિરોધ બાદ એજ મુદ્દે વિરોધ કરે છે. હાલમાં જ ગરબા રમવા પર જીએસટી લગાવવામાં આવતા આપે ગરબા રમી વિરોધ કર્યો હતો. બીજા દિવસે કોંગ્રેસે પણ આ જ પેટર્નમાં ગરબા રમી વિરોધ કરવાનું આયોજન કર્યું હતું.

કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં માંડ 20-25 લોકો જોડાય છે. કેટલાક મોટા નેતાઓ પણ વિરોધ પ્રદર્શનમાં દેખાતા નથી. નિષ્ક્રિય 15 પ્રદેશ હોદ્દેદારો પણ પડતા મુકાય એવી ચર્ચા કોંગ્રેસીઓમાં ચાલી રહી છે.તેમની સામે પ્રમુખ પગલાં ભરશે એવું ચર્ચાય રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...