રજૂઆત:PGની પરીક્ષા લેવા પહેલાં જ P.hdના ફોર્મ ભરાવાના શરૂ થતાં વિદ્યાર્થીઓમાં મુંઝવણ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આગામી 2 સપ્ટેમ્બરથી પોસ્ટ ગ્રેજ્યુએટની પરીક્ષા શરૂ થઈ રહી છે. તેવામાં જ યુનિવર્સિટીએ પીએચડીની ફોર્મ ભરવાની કાર્યવાહીનો પ્રારંભ કરી દેતા વિદ્યાર્થીઓ મુઝવણમાં મૂકાયા છે. જેને પગલે સિન્ડિકેટ સભ્ય ડો. કશ્યપ ખરચીયાએ પીએચડીની ફોર્મ ભરવાની તારીખ લંબાવાય તે મામલે ઇન્ચાર્જ કુલપતિ ડો. હેમાલી દેસાઈને રજૂઆત કરી છે.

પીએચડીની ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવા માટે રજૂઆત કરી છે
એક તરફ વિદ્યાર્થી પાંખો પરીક્ષા મોડી લેવાય તેવી માંગ કરતા જોવા મળ્યા છે. આજે પોસ્ટ ગ્રેજ્યુએટની પરીક્ષા મોડી લેવાતા પીએચડી કરનારા વિદ્યાર્થીઓની હાલત સૌથી વધુ કફોડી બની છે. પીએચડી મોડી થશે તો તેમનું રિસર્ચ મોડું થશે. તેવામાં જ કોઈ વિદ્યાર્થીએ કોઈ નોકરી માટે એપ્લાય કર્યું હોય અને સમયગાળામાં પીએચડી પૂર્ણ નહીં થવા સાથે ઉંમર વધી જશે તો તેને મુશ્કેલી પડી શકે છે. પણ હાલમાં પોસ્ટ ગ્રેજ્યુએટની પરીક્ષા નહીં લેવાય હોય અને આ વખતે ફોર્મના રજિસ્ટ્રેશનમાં પણ પ્રાથમિક પ્રવેશ મામલે કોઈ એવો વિકલ્પ નહીં અપાયો હોવાથી વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે તેમ નથી. આમ, આવી સ્થિતિને જોતા ડો. કશ્યપ ખરચીયાએ ઇન્ચાર્જ કુલપતિ ડો. હેમાલી દેસાઇન અને એકેડિમક વિભાગના હેડ પ્રકાશ બચરવાલાને પીએચડીની ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવા માટે રજૂઆત કરી છે. જે પછી એકેડેમિક વિભાગના હેડ પ્રકાશ બચરવાલાથી જણાયું હતું કે પીએચડીની ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવા માટેની ફાઇલ તૈયાર કરાય રહી છે. જે આગામી દિવસોમાં ઇન્ચાર્જ કુલપતિને અપાશે.

અન્ય સમાચારો પણ છે...