• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Confused About The Eighty fourth Seat BJP Announced 11 Candidates In Surat, Brainstorming Over North Indian Or Koli Patel

ઉમેદવાર જાહેર કરવામાં અવઢવ:સુરતમાં 11 ઉમેદવારો જાહેર કરનાર ભાજપ ચોર્યાસી બેઠકને લઈને મૂંજવણમાં, ઉત્તર ભારતીય કે કોળી પટેલને લઈ મનોમંથન

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભાજપ માટે ચોર્યાસી બેઠક ઉપરથી કોળી પટેલ કે પરપ્રાંતીયને મેદાનમાં ઉતારવા તેને લઈને અસમંજસ છે. - Divya Bhaskar
ભાજપ માટે ચોર્યાસી બેઠક ઉપરથી કોળી પટેલ કે પરપ્રાંતીયને મેદાનમાં ઉતારવા તેને લઈને અસમંજસ છે.

ભારતીય જનતા પાર્ટીમાં સુરત શહેરમાં પ્રથમ વખત એવું બન્યું છે કે, શહેરની બાર બેઠકો પૈકી 11 બેઠકો પર નામ જાહેર કરવામાં આવ્યા અને માત્ર એક બેઠક ઉપર નામ જાહેર કરવાનું મોકુફ રખાયું છે. ચોર્યાસી વિધાનસભા બેઠક ઉપર કોને ઉતારવા તેને લઈને ભારતીય જનતા પાર્ટીમાં અસમંજસમાં જોવા મળી રહી છે. વર્તમાન ધારાસભ્ય ઝંખના પટેલને ફરી ઉતારવા કે, પછી પર પ્રાંતિય ઉત્તર ભારતીયને તેને લઈને મૂંઝવણ સામે આવી છે.

શું છે જ્ઞાતિગત સમીકરણ?
ચોર્યાસી બેઠક ઉપર કોળી પટેલ અને પરપ્રાંતિય મતદારોનો પ્રભાવ છે. કાંઠા વિસ્તારના કોળી પટેલોની સાથે સાથે પરપ્રાંતિય મતદારોમાં ઉત્તર ભારતીય મતદારો સૌથી વધારે છે. ત્યારબાદ મરાઠી સહિતના અલગ અલગ સમાજના લોકોની વસ્તી છે. આ બેઠક ઉપર કોડી પટેલ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટાતા આવ્યા છે. ઝંખના પટેલના પિતા રાજેન્દ્ર (રાજા) પટેલ આ બેઠક પરથી વિજય થયા હતા. તેમના મૃત્યુ બાદ વારસામાં આ બેઠક ઝંખના પટેલને મળી છે.

ઝંખના પટેલના સમર્થનમાં કોણ
ચોર્યાસી વિધાનસભા બેઠક નવસારી લોકસભા મતવિસ્તારની અંદરની છે. જ્યારે પણ કોઈ વિધાનસભાની ગૂંચ પડે છે. ત્યારે તેમાં ફરી એક વખત સ્થાનિક સાંસદને પૂછવામાં આવતું હોય છે. સ્થાનિક સાંસદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ હોવાને કારણે તેમને પણ આ બાબતે પૂછવામાં આવ્યું હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સી. આર. પાટીલે પણ ચોર્યાસી બેઠક પરથી પરપ્રાંતીયને ટિકિટ આપવામાં આવે તો સરળતાથી જીતી જવાય તેવી વાત કરી છે. હવે સ્થિતિ એવી ઊભી થઈ કે, પરપ્રાંતિયાનું નામ લેતાની સાથે જ સી,આર, પાટીલના સૌથી નજીકના એવા સંગીતા પાટીલ અને અમિત રાજપુત માનવામાં આવે છે. અમિત રાજપુત એ સંગીતા પાટીલના ખૂબ જ નજીકના વ્યક્તિ હોવાને કારણે સંગીતા પાટીલ દ્વારા પણ સી.આર.પાટીલને અમિત રાજપુતની ભલામણ કરવામાં આવી હતી. ઝંખના પટેલ સી.આર.પાટીલની ટીમમાં ન હોવાને કારણે તેની તરફેણમાં વધુ કોઈ દબાણ સી.આર.પાટીલ દ્વારા કરવામાં આવ્યું નથી કે, ઝંખના પટેલને ટિકિટ આપવામાં આવે.

ઝંખના પટેલ એકલા પડી ગયા
ઝંખના પટેલ માટે સૌથી મુશ્કેલી સ્થિતિ ઊભી થઈ છે કે, સ્થાનિક નેતાગીરીમાંથી તેની તરફમાં સીધી રીતે કોઈ વાત કરવા તૈયાર થઈ રહ્યું નથી. દર્શના જરદોશ દ્વારા પણ તેમનું અંગત રીતે સમર્થન કરવામાં આવ્યુ હતુમ. પરંતુ તેઓ સુરત શહેરના સાંસદ છે. નવસારી લોકસભા વિસ્તારમાં ચોર્યાસી બેઠક આવતી હોવાને કારણે તેઓ વધુ મદદ ઝંખના પટેલને કરી શકે તેમ નથી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઝંખના પટેલે સીધા બે સંપર્ક કર્યા છે. એક તેમણે અમિત શાહને અને પોતાના નામની દાવેદારી કરાવવા માટે મહિલા સાંસદ સ્મૃતિ ઈરાનીને કહ્યું છે. અમિત શાહ સુધી પોતાનું નામ પહોંચાડવામાં ઝંખના પટેલ સફળ રહ્યા છે.

ભાજપની જીત આ બેઠક પર નિશ્ચિત
ચોર્યાસી વિધાનસભા બેઠક ભારતીય જનતા પાર્ટી માટે પણ સરળ જ છે. ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈપણ ઉમેદવાર આ વિધાનસભા બેઠક ઉપર ઉતરે તો તેને જીત મેળવી મુશ્કેલ નથી. પરપ્રાંતિય મતદારો ભારતીય જનતા પાર્ટી સાથે જ રહે છે. એકમાત્ર શક્યતા એટલી છે કે, જો પરપ્રાંતીયને ટિકિટ આપવામાં આવે તો કોળી સમાજ પૈકીના કેટલાક મતદારો આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ તરફ જઈ શકે છે. ભારતીય જનતા પાર્ટી આ બેઠકને પણ સારા એવા માર્જિનથી જીતવા ઈચ્છે છે. માટે પ્રાંતીઓ જ્યારે તેમની સાથે છે. છતાં પણ આ બેઠક કોળી પટેલના ફાળાવાય તો વધુ સારી લીડથી જ બેઠક જીતી શકાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...