ઓલ ઇન્ડિયા મેયર્સ કોન્ફરન્સ:વારાણસી ખાતે વીડિયો કોન્ફરન્સથી જોડાયેલા PM મોદીએ સુરતમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને બ્રિજના નિર્માણ બાબતે પ્રશંસા કરી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વારાણસીના ટ્રેડ સેન્ટર ખાતે ઓલ ઈન્ડિયા મેયર કોન્ફરન્સ યોજાઈ. - Divya Bhaskar
વારાણસીના ટ્રેડ સેન્ટર ખાતે ઓલ ઈન્ડિયા મેયર કોન્ફરન્સ યોજાઈ.
  • વારાણસી ખાતે ઓલ ઇન્ડિયા મેયર્સ કોન્ફરન્સનું આયોજન કરાયું
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફ્રન્સથી જોડાયા હતા

વારાણસીના ટ્રેડ સેન્ટર ખાતે ઓલ ઈન્ડિયા મેયર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરના તમામ મેયરને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ન્યુ અર્બન ઇન્ડિયા વિષય ઉપર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વીડિયો કોન્ફરન્સથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોડાયા હતા અને તેમણે દેશભરમાંથી આવેલા મેયર અને માર્ગદર્શન આપ્યું હતું. દેશના જે મેગા સિટીની અંદર દ્વારા કામગીરી કરવામાં આવી છે તે તમામ કામગીરીને તેમણે ચર્ચા કરી હતી. ન્યુ અર્બન ઇન્ડિયા વિષય ઉપર તેમણે આવનાર દિવસોમાં કયા ક્ષેત્ર ની અંદર કેવી રીતે વિકાસ કરવો તે અંગેની પણ સમજણ આપી હતી. પીએમ મોદીએ સુરતમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને બ્રિજના નિર્માણ બાબતે પ્રશંસા કરી હતી.

સુરત શહેરમાંથી શીખવા જેવું
દેશભરમાંથી આવેલા મેયર્સ દ્વારા પોતાના શહેરોમાં જે કામગીરી કરવામાં આવી છે તેણે તેમણે નોંધ લીધી હતી. સુરત શહેરની વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સુરત શહેરની અંદર કેમિકલયુક્ત અને ગંદા પાણી માટે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આયોજન કરીને તેમાંથી પણ મોટી આવક મેળવવાનું શરૂ કર્યું છે તે ખરેખર પ્રસંશાને પાત્ર છે. સુરત શહેર બ્રિજ સિટી તરીકે ઓળખાય છે શહેરની અંદર જે પ્રકારના ટ્રાફિકનું સંતુલન જાળવવા માટે બ્રિજનું આયોજન કેવી રીતે કરવું તે સુરત શહેરમાંથી શીખવા જેવું છે.

અમૃત મિશન યોજના અંગે માહિતી અપાઈ
સુરત શહેર દ્વારા કોન્ફરન્સમાં શહેરમાં ભૂગર્ભ ગટર યોજનાના અને રાજ્યના તમામ શહેરોમાં પાણી પુરવઠાના કામો, ઘરોને નળથી પાણી આપવ , સુએજ / સેપ્ટેજ કનેક્શન આપવા, વોટર સિક્યુરિટી, અર્બન પ્લાનિંગ વગેરે આ અંગે પ્રેઝન્ટેશન કર્યું હતું. સુરત શહેરમાં વોટર સિસ્ટમને લઈને થતા કામો અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન કરીને સુરત શહેરમાં થતા કામોને રજૂ કર્યા હતા. આવનાર દિવસોમાં અમૃત મિશન 2.0 અમલમાં આવી રહ્યું છે ત્યારે હજી પણ સમગ્ર દેશની અંદર અમૃત મિશન યોજના અંતર્ગત જે કામ કરવાના છે તે અંગેની પણ વાત એમના દ્વારા કરવામાં આવી હતી.

આવનાર દિવસોમાં કયા ક્ષેત્રની અંદર કેવી રીતે વિકાસ કરવો તે અંગેની પણ સમજણ આપી.
આવનાર દિવસોમાં કયા ક્ષેત્રની અંદર કેવી રીતે વિકાસ કરવો તે અંગેની પણ સમજણ આપી.

દેશના હાજર તમામ મેયર સાથે ચર્ચા
સુરત શહેરના મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું કે ન્યુ અર્બન ઇન્ડિયા વિષય ઉપર યોજાયેલી આ કોન્ફરન્સમાં મને હાજરી આપવાની તક મળી છે. મને જણાવતા ખુબ જ આનંદ થાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વીડિયો કોન્ફરન્સ દરમિયાન સુરત શહેરની ખૂબ જ સુંદર રીતે નોંધ લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત શહેરમાં થતી કામગીરી બિરદાવી છે. ન્યુ અર્બન ઇન્ડિયા વિષય ઉપર કેવી રીતે કામ થઈ શકે તેમણે ઊંડાણપૂર્વકની દેશના હાજર તમામ મેયર સાથે ચર્ચા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...