આઇટીની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા દરોડા:કૌભાંડ છુપાવવા કમ્પ્યુટર તોડ્યા,100 કરોડની મશીનરી અને ડાયમંડ સીઝ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દિયોરા ભંડેરીમાં પાંચમાં દિવસે પણ ITના દરોડા યથાવત

વરાછાના દિયોરા ભંડેરી કોર્પોરેશનમાં ગત ગુરુવારે આઇટીની ઇન્વેસ્ટિગેશન વિંગે પાડેલાં દરોડા સોમવારે પણ યથાવત હતા. અધિકારીઓને માહિતી ન મળે એ માટે કોમ્પ્યુટર સહિતની સામગ્રી તોડવાનો પ્રયાસ કરાયો હતો.જેથી ટેડા મેળવવા આઇટીની એક્સપર્ટ ટીમ કામે લાગી છે. ખરીદ વેચાણની માહિતી મેળવવા સોમવારે વધુ 3 ડાયમંડ પેઢી પર સરવે કરાયો હતો. આ પેઢીના ડાયમંડ સ્કેનિંગ માટે આવ્યા હોવાનું અધિકારીઓ કહી રહ્યા છે. દિયોરા ભંડેરીની બે બિલ્ડિંગમાં રાખેલી 100 કરોડથી વધુની મશીનરી-હીરા સીઝ કરાયા છે.

કાગળ પરથી 3 પેઢીના નામ મળતા સરવે
દિયોરા એન્ડ ભંડેરીની બે બિલ્ડિંગમાં કુલ 10 લાખ નંગ ડાયમંડ હતા. આ ડાયમંડ કોના છે તેનો હિસાબ કોમ્પ્યુટરમાં હતો. આઇટી સૂત્રો કહે છે કે, આ હિસાબ હાથ ન લાગે એ માટે કેટલાંક કર્મીઓએ કોમ્પ્યુટર અને હાર્ડ ડિસ્ક તોડી નાંખી હતી. જો કે, અધિકારીઓને કેટલાંક કાગળો પરથી ત્રણ ડાયમંડ પેઢીના નામ મળી આવ્યા હતા, જ્યાં તાત્કાલિક સરવે હાથ ધરાયો હતો.

1200 મશીનરીઓનો કોઈ હિસાબ જ નથી
અધિકારીઓને શંકા છે કે જે મશીનરી વેચાતી તેના બિલ રખાતાન હતા.બધુ બ્લેકમાં જ સેલ કરાઈ છે. અંદાજે 1200 મશીનરીઓનો આંકડો અધિકારીઓને મળ્યો છે જેનો કોઇ હિસાબ જ નથી.

પ્લાનિંગ મશીન પણ મળી આવ્યા
દરોડામાં 300 પ્લાનિંગ મશીન મળ્યા છે. જેની કિંમત સાડા ત્રણ લાખ હોવાનું દિયોરા-ભંડેરીના માલિક ઘનશ્યામ ભંડેરીએ સ્ટેટમેન્ટમાં જણાવ્યંુ હોવાનું અધિકારીઓ કહી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...