તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:રિંગ રોડની મૂથૂટ હાઉસિંગ ફાય.ની ઓફિસમાં આગ, વહેલી સવારે લાગેલી આગમાં કોમ્પ્યૂટર, ફર્નિચર તથા ડોક્યુમેન્ટ્સ બળીને ખાખ

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક

રિંગ રોડ પર ટ્વેન્ટી ફ્ર્સ્ટ સેન્ચ્યુરી બિલ્ડિંગમાં આવેલી મૂથૂટ હાઉસિંગ ફાયનાન્સની ઓફિસમાં લાગેલી આગમાં ફર્નિચર સહિત કેટલાક મહત્વના ડોક્યુમેન્ટ બળીને ખાખ થઈ જતા આ કંપનીના ગ્રાહકો દોડતા થઈ ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે ધસી જઈ આગ પર કાબૂ મેળવ્યો હતો.ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રવિવારે સવારે 8 વાગ્યે મૂથૂટ ફાયનાન્સની ઓફિસમાં શોર્ટસર્કિંટ અથવા તો અન્ય કારણોસર આગ લાગી હતી. આગ લાગતા જ ફર્નિચર અને કોમ્પ્યૂટર્સ બળી ગયા હતા.

કોલ મળતાંની ગણતરીની મિનિટોમાં ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો હતો પરંતુ આગ અને પાણીના કારણે ઓફિસમાં રહેલા મહત્વના ડોક્યુમેન્ટ્સનો નુકસાન થયું હતું. ફાયર ઓફિસર ક્રિષ્ણા મોડે જણાવ્યું કે, આ ઓફિસમાં કયા-કયા ડોક્યુમેન્ટ્સને નુકસાન થયું છે તે હજુ ખબર નથી પડી પણ હાઉસિંગ ફાયનાન્સની હોવાથી લોકોના મહત્વના ડોક્યુમેન્ટ અંદર હશે અને તેને નુકસાન થયું હોય તેવી શક્યતા છે.

આ મામલે ફાયર વિભાગમાં આગનો કોલ નોંધાવનારા મૂથૂટ હાઉસિંગના નિરવભાઈનો સંપર્ક કરતા તેમણે રવિવારે સાંજે કહ્યું હતું કે, અમે હાલ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા આવ્યા છીએ બ્રાંચ ઉપર અમે લોકોના મહત્વના ડોક્યુમેન્ટ્સ રાખતા જ નથી.

અન્ય સમાચારો પણ છે...