પેચવર્ક:સુરત શહેરના સંપૂર્ણ તૂટી ગયેલા 17 રોડ 102 કરોડના ખર્ચે નવા બનાવાશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોટા ભાગના ખાડા પૂરી દેવાયાનો પાલિકાનો દાવો, મુખ્ય માર્ગો ઉપરાંત સોસાયટીઓના રોડને પણ રિકાર્પેટ કરાશે

ચોમાસામાં ધોવાયેલા તથા ખાડાઓના લીધે બિસમાર રોડ ઉપર પેચવર્ક બાદ હવે પાલિકાએ સંપૂર્ણ તૂટી ગયેલા કેટલાક રોડને નવું સરફેસ આપવા, રિકાર્પેટ કરવા તથા નવા રોડમાં તબદીલ કરવાની પ્રક્રિયા માટે ટેન્ડરિંગ શરૂ કર્યું છે. શહેરના કુલ 17 રસ્તા એવા છે જેને નવા બનાવવાની કવાયત શરૂ કરવામાં આવી છે. આ કામગીરી માટે પાલિકાએ 102 કરોડ રૂપિયાના અંદાજ સાથે ટેન્ડર જાહેર કર્યાં છે. સંભવતઃ દિવાળી ઉત્સવ દરમિયાન આ કામગીરી પૂર્વ મંજૂરીએ શરૂ કરવામાં આવશે.

આ અંગે પાલિકાના આરડીડી વિભાગે કહ્યું કે, છેલ્લા બે અઠવાડીયાથી શહેરમાં ચાલી રહેલું પેચવર્ક અભિયાન હવે લગભગ પૂર્ણતા તરફ છે. પાલિકાએ સાડા પાંચ કરોડ રૂપિયાના ખર્ચે મોટા ભાગના ખાડાઓ પૂરી દીધા છે ત્યારે કેટલાક રોડ એવા છે જેને નવેસરથી સરફેસ તથા રિકાર્પેટ કરવામાં આવશે, જેમાં મુખ્ય માર્ગો અને સોસાયટી રોડનો પણ સમાવેશ થાય છે. કુલ 17 લોકેશન ઉપર નવા રોડ નિર્માણની કામગીરી હાથ ધરાઇ છે. જેના માટે ઓનલાઇન ટેન્ડર ઇનવાઇટની પ્રક્રિયા પણ કરી દેવાઇ છે. 17 સ્થળો પર નવા રોડ માટે કુલ 102 કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ છે. આ કામગીરી ટેક્નિકલ બીડ ખોલવાની પ્રક્રિયાની સાથે વિવિધ મંજૂરીએ આગામી દિવાળી મહોત્સવ દરમ્યાન વેગ પકડશે તેમ પણ ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...