તપાસની માંગણી:ગોપીપુરામાં અશાંતધારાના વાંધા ધ્યાને ન લેવાતા હોવાની ફરિયાદ

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક

અશાંતધારા હેઠળ આવતા ગોપીપુરા વિસ્તારમાં મિલકત તબદીલ માટે કરવામાં આવેલી અરજીમાં વાંધા અરજી ધ્યાને લેવામાં આવતી ન હોવાની ફરિયાદ ગૃહ મંત્રી અને મહેસૂલ મંત્રીને કરવામાં આવી છે. ગોપીપુરા વહોરવાડ વિસ્તારના રહીશો દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતુંકે, આ વિસ્તારમાં આવેલી મિલકતોને અન્ય ધર્મના લોકોને વેચવા માટે પરવાનગી લેવામાં આવે છે.

કેટલાક કિસ્સામાં સ્થાનિક રહીશો દ્વારા વિરોધ કરી સોગંદનામા પર વાંધાઓ રજુ કરવામાં આવે છે. આ વાંધાને ધ્યાને લીધા વગર જ પ્રાંત અધિકારી દ્વારા પરવાનગી આપી દેવામાં આવી હતી. તંત્રએ અશાંતધારાની પરવાનગી આપ્યા બાદ પણ ઘણા દિવસો સુધી હુકમ દબાવી રાખ્યો હતો.

જ્યારે વાંધેદાર આ અંગે તપાસ કરવા જાય તો તેમના નિવેદન લેવાને બદલે સ્થળ તપાસ, પોલીસ, મામલતદારનો રિપોર્ટ લેવાનો હોવાનું કહેવામાં આવતું હતું. અન્ય ધર્મના લોકો જ્યારે હિન્દુ વિસ્તારમાં મિલકત ખરીદતા હોય અને સ્થાનિકોનો વિરોધ હોવા છતા પરવાનગી અપાતા તપાસની માંગણી કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...