તંત્રના આંખ આડા કાન:અડાજણમાં છેલ્લા બે સપ્તાહથી ડહોળું પાણી આવવાની ફરિયાદ

સુરત3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાહેર આરોગ્યનો પ્રશ્ન છતાં તંત્રના આંખ આડા કાન
  • પાલ-અડાજણના માજી કોર્પોરેટરને પણ ગાંઠતા નથી

ઉનાળાની શરૂઆત સાથે જ શહેરીજનોની પાણી માગમાં વધારો નોંધાયાની સાથે પાણી લાઇનમાં લીકેજના કિસ્સા સામે આવ્યા બાદ ગુરુવારે અડાજણના કોળી વાસ ખાતે કેટલાક દિવસથી પીવાનું પાણી ડહોળું મળી રહ્યાની ફરિયાદ સામે આવી હતી.

શહેરમાં બેવડી ઋતુના અનુભવ વચ્ચે વાઇરલ ફિવર અને ફ્લુના સંક્રમણમાં વધારો નોંધાયો છે ત્યાં પીવાના પાણીમાં પણ દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ રાંદેર ઝોન અને હાઇડ્રોલિક વિભાગને કરાઇ હતી. પાલ-અડાજણના માજી કોર્પોરેટર ઉષા પટેલે જણાવ્યું કે, અડાજણના કોળીવાસમાં છેલ્લા 10-12 દિવસથી દિવસથી પીવાનું પાણી ડહોળું આવી રહ્યું હોવા છતાં તંત્ર આ અંગે આંખ આડા કાન કરી રહ્યું છે. જેના લીધે સ્થાનિકોમાં હવે પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઇ છે.

ઉલ્લેખનીય છે કે, આ અંગે સ્થાનિકોએ પણ ઝોન લેવલ પર ફરિયાદ કરી હતી છતાં કોઈ પણ પ્રકારના પગલાં લેવાયા ન હતા. આગામી દિવસમાં ઉનાળો તીવ્ર બનશે તેમ તેમ જાહેર આરોગ્યનો વિકટ પ્રશ્ન બની શકે છે.

અન્ય સમાચારો પણ છે...