રિટર્નમાં મુશ્કેલી:પોર્ટલની પળોજણ મામલે CA એસો.ની નાણાંમંત્રીને ફરિયાદ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડેટા ડાઉનલોડ પણ કરી શકાતાં નથી
  • કેટલાંક કેસમાં ફાઇલ થયેલા રિટર્ન દેખાતા નથી

રિટર્ન ભરવાને માંડ 9 દિવસ બચ્યાં છે ત્યારે પોર્ટલની પળોજણના લીધે અનેક મુશ્કેલી પડી રહી છે જેના નિકારણકરણ માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશને નાણામંત્રીને રજૂઆત કરી સૂચનો પણ કર્યાં છે. સી.એ. એસો.ને પોર્ટલની રોજની હાલાકીના લીધે ટેક્સ કન્સલ્ટન્ટ ડાયાબિટિસ, હાયપર ટેન્શન કે લીવર-હ્રદય જેવા રોગનો ભોગ બની રહ્યા છે. સી.એ. એસોસિએશનને કહ્યું કે કરદાતા પાછલા વર્ષના રિટર્ન ડાઉનલોડ કરી શકતા નથી. રીટર્ન પણ દેખાતા નથી. સરકાર વેબ ડેવલપર પાસે દંડ કેમ વસુલાયો નથી. ઉપ પ્રમુખ સી.એ. હાર્દિક કાકડિયાએ કહ્યું કે 36 મહિના બાદ પણ પોર્ટલમાં ખામીઓ છે.

આ મુદ્દા સમાવાયા

  • દંડ વ્યાજ અને લેઇટ ફી જે વસુલાય છે તે સંપૂર્ણ માફી આપવામાં આવે
  • ફોર્મ વિલંબ વગર જ મળી જાય
  • કરદાતાને નાણાકીય મુશ્કેલીઓ હોય તો રાહત આપવામાં આવે
  • એક ગ્રિવેન્સ કમિટિ બનાવાય.
  • ઇન્ફોસિસે ટેન્ડરિંગ પ્રોસેસમા કરેલી ગોબાચારી મામલે તપાસ કરવામાં આવે.
  • આવનારા બજેટમાં સિટિજન ચાર્ટરને કાયદાકીય ઓળખ આપવામાં આવે.
અન્ય સમાચારો પણ છે...