તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • Complaint To The Election Commission That Information About What The Corporators Did In The Name Of Grant development Was Removed From The Municipality's Website.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખોટું અર્થઘટન:કોર્પોરેટરોએ ગ્રાન્ટ-વિકાસના નામે શું કામ કર્યું, તેની માહિતી પાલિકાની વેબસાઇટ પરથી કાઢી નંખાતા ચૂંટણી પંચમાં ફરિયાદ

સુરત24 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • ખર્ચના આંકડા ન બતાવવા અંગે આચાર સંહિતામાં કોઇ નિયમ નથી

ચૂંટણીની જાહેરાત સાથે સુરત મહાનગર પાલિકાની વેબસાઇટ પર કોર્પોરેટરની ગ્રાન્ટ અને બજેટ વિકાસના કામોની માહિતી બંધ કરી દેવામાં આવતા જાગૃત યુવા સમિતિ દ્વારા આચારસંહિતાનું ખોટુ અર્થઘટન કરીને માહિતી બંધ કરી હોવાની ચૂંટણી આયોગમાં ફરિયાદ કરવામાં આ‌વી છે.

ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત કરવાના સાથે સુરત સહિતની મહાનગર પાલિકામાં આચાર સંહિતા લાગુ પડી ગઇ છે. જેના સાથે સુરત મહાનગર પાલિકાની વેબસાઇટ પર કોર્પોરેટરને તેમના કાર્યકાળ દરમિયાન આપવામાં આવેલી ગ્રાન્ટ અને તેમની ગ્રાન્ટનો ઉપયોગ અંગેની માહિતી છુપાવી દેવામાં આવી છે.

તેમજ બજેટમાં થયેલા વિકાસના કામોને પણ ડિપાર્ટમેન્ટ એકાઉન્ટ કોડ ઓફ કન્ડેન્ટ હેઠળ માહિતી છુપાવી દેવામાં આવી છે. આ અંગે જાગૃત યુવા સેવા સમિતિના સંતોષ રાઠોડે આચાર સંહિતાના ખોટા અર્થઘટન કરીને હોવાની ચૂંટણી આયોગમાં ફરિયાદ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, પાછળના વર્ષોના બજેટ સંબંધી આંકડા, ખર્ચના આંકડા વેબસાઇટ પરથી હટાવવા અંગે આચાર સંહિતામાં કોઇ નિયમ નથી. જેથી સુરત મહાનગર પાલિકા દ્વારા વેબસાઇટ પરથી હટાવવામાં આવેલી મહિતી ફરીવાર અપલોડ કરવા માટેની માંગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો