કાર્યવાહી:સ્મીમેર પરિસરમાં દર્દીના સગાનો સામાન ચોરી થતો હોવાની ફરિયાદ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પૂર્વ કોર્પોરેટરે પાલિકા કમિશનરને રજૂઆત કરી પગલાં લેવા માંગ કરી

સ્મીમેરમાં કોરોનાના દર્દીઓના સગા માટે હોસ્પિટલના પરિસરમાં હંગામી તંબુ ઉભા કરાયા છે. જ્યાં લાઇટની વ્યવસ્થા ન હોવાથી તેમજ સુરક્ષાકર્મી ન હોવાના પગલે દર્દીઓના સગાઓના સામાન ચોરી થવાની ઘટનાઓ બની રહી છે. આ મુદ્દે પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાએ પાલિકા કમિશનરને પત્ર લખી કરેલી રજૂઆત મુજબ કોરોના દર્દીઓના સગાઓ માટે ઉભી કરાયેલી હંગામી વ્યવસ્થામાં લાઇટિંગ કે સુરક્ષા ન હોવાના પગલે રાત્રિનો લાભ નજીકના સ્લમ વિસ્તારમાંથી કેટલાક તત્વો ચોરી કરી રહ્યા છે.જેની સામે તાકીદે પગલાં લઇને યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે.

ભાજપની ભોજન વ્યવસ્થામાં જમવા જતા સફાઈકર્મીઓના આઈકાર્ડ જમા લેવાયા
​​​​​​​કોવિડ હોસ્પિટલની બહાર ભાજપના કાર્યકરો દ્વારા ઘણા દિવસોથી દર્દીઓના સંબંધીઓ માટે બપોરે અને સાંજે ભોજન વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જે ભોજન વ્યવસ્થાનો લાભ સફાઈ કામદાર પોતાની ચાલુ કામગીરી દરમિયાન પણ લઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. સંબંધીઓ માટેનું આવતું ભોજનમાં સફાઈ-કામદાર પણ લાભ લે છે. જેથી ઘણા એવા સફાઈ-કામદાર છે. કે જે પોતાનું કામ મૂકીને જમવા ચાલ્યા જાય છે. જેને લઈને માર્શલ દ્વારા તપાસ કરાતા બે-ત્રણ સફાઈ-કામદાર નજરે ચડતા તેના ઓળખકાર્ડ જમા કરી કરવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં માર્શલો શોભાના ગાંઠિયા જેવા
એક તરફ તો સ્મીમેરના પટાંગણમાં દર્દીઓના સગાના સામાન ચોરી થઇ રહ્યા છે.બીજી તરફ હોસ્પિટલમાં સાંજે લુખ્ખા તત્વો નશો કરીને ઘુસી જાય છે. જમવાના બહાને સગા-સંબંધીઓના સામાનનો પણ ચોરી કરતા હોવાની ફરિયાદ સામે આવી રહી છે. સ્મીમેરના ગેટ પર ઉભા રહેતા માર્શલ આવા તત્વોને રોકવા માટે કોઈ તસ્દી લેતા નથી.

અન્ય સમાચારો પણ છે...