છેતરપિંડી:દંપતિએ લોન ભર્યા વિના 28.51 લાખમાં મકાન વેચી દેતા ફરિયાદ

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પુણાના મકાન પર રૂ. 28 લાખની લોન છે

સરથાણા વિસ્તારના દંપતિએ મકાન પર બેંકમાંથી 28 લાખ રૂપિયાની લોન લીધી હોવા છતાં ઓળખીતાને 28.51 લાખમાં મકાની વેચી દેતા સરથાણા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. સરથાણામાં યોગી ચોક પાસે શિવદર્શન સોસાયટી-૨માં રહેતા વિરજી મોહન બાબરિયા પરિવાર સાથે રહે છે. વિરજીભાઈ નિવૃત્ત જીવન જીવે છે. તેમનો દીકરો રસિક એમ્બ્રોઈડરીનું ખાતું ચલાવે છે.

6 વર્ષ પહેલા રસીક સાથે ભાગીદારીમાં આરોપી અશ્વિન દુધાત ખાતું ચલાવતો હતો. અશ્વીને રસીકને કહ્યું કે, પુણામાં શિવદર્શન સોસાયટીમાં તેમનું એક મકાન છે જે વેચવાનું છે. રસીક અને તેમના માતા-પિતાને તે મકાન પસંદ આવતા તેઓએ 28.51 લાખ રૂપિયામાં મકાનનો સોદો કર્યો હતો. રસીકના પરિવારે અશ્વિન અને તેની પત્ની ભાવનાને તમામ રૂપિયા ચૂકવી દીધા હતા. અશ્વિને મકાનનો કબજો પણ આપી દીધો હતો. ત્યારબાદ રસીકનો પરિવાર મકાનમાં રહેવા લાગ્યો હતો.

થોડા મહિના બાદ બેંકના કર્મચારીઓ ઘરે આવ્યા હતા અને ભાવનાએ લોન લીધી છે. અને તેના હપ્તા ભરવાના બાકી હોવાની નોટીસ લગાવી ગયા હતા. તેથી બેંકમાં જઈને તપાસ કરતા ખબર પડી કે ભાવનાએ તે મકાન પર 28 લાખ રૂપિયાની લોન લઈ રાખી છે. તે રકમ બેંકમાં ભરી નથી અને રસીકના પરિવારને તે મકાન ટાઈટલ ક્લીયર છે કહીને વેચી નાખ્યું હતું. રસીકની માતા કાંતાબેને આરોપી ભાવના અને અશ્વિન વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...